Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

IPS અધિકારીને બદનામ કરી કરોડો રૂપિયા પડાવવાનુ કાવતરુ રચાયુ

સવેરા ગુજરાત,ગાંધીનગર,તા.૨૦
ખોટું એફિડેવીટ બનાવી IPS અધિકારીને બદનામ કરી કરોડો રૂપિયા પડાવવાનુ કાવતરુ રચવાના મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. એક જ પ્રકરણમાં અલગ અલગ ૩ ફરિયાદ નોંધાઈ છે. જેની તપાસ હાથ ધરી આરોપી વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાેકે પોલીસ તપાસમાં શુ નવી હકિકત સામે આવે છે. અને આ ગેંગે કોઈ પોલીસ અધિકારી પાસે રૂપિયા પડાવ્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્યના ઉચ્ચ નિવૃત્ત પોલીસ અધિકારીએ બળાત્કાર ગુજાર્યો હોવાની ખોટી એફિડેવીટ બનાવવા મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. બળાત્કારનો ભોગ બનનારી મહિલાએ ઈસ્માઈલ મલેક અને પોલીસ અધિકારીની ઓળખ આપી બળાત્કાર ગુજારનાર વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે, સાથે જ બનાવટી દસ્તાવેજ બનાવ્યા અંગેનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે અંગે ની ફરિયાદ ગાંધીનગર સેક્ટર ૨૧ પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ તેની તપાસ અમદાવાદ શહેર મહિલા પોલીસને સોંપવામાં આવી છે. મહત્વનુ છે, કે ઈસ્માઈલ મલેકે ભોગ બનનાર મહિલાને અલગ અલગ જગ્યાએ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. જે બાદ મહિલાને ચાંદખેડાના મકાનમાં લઈ જઈ પોલીસ અધિકારી તરીકે ઓળખ આપી અન્ય એક વ્યક્તિ એ બળાત્કાર ગુજાર્યો હતો. જેથી મહિલાએ આ પહેલા પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. બાદમાં ફરિયાદના આધારે મહિલાનુ એફિડેવિટ બનાવી પોલીસ અધિકારી પાસેથી ૮ કરોડ પડાવવાનો પ્રયાસ કરનાર આરોપી વિરુધ્ધ સેક્ટર ૭ પોલીસ મથકે ગુનો નોંધી એટીએસે ૫ આરોપીની ધરપકડ કરી હતી. જાેકે મહિલા ફરિયાદી એ અલગથી બળાત્કારની ફરિયાદ આપતા તે તપાસ મહિલા પોલીસનો સોંપવામાં આવી છે.IPS અધિકારી સાથે તોડનો પ્રયાસ થતા અન્ય પોલીસ અધિકારીની સંડોવણી અંગે પણ સવાલો ઉઠ્‌યા હતા.. જાેકે ભાજપના નેતા અને પત્રકારોની ધરપકડ કરનાર પોલીસ તેમના જ વિભાગના કયા પોલીસ અધિકારીની સંડોવણી છે. તે મુદ્દે તપાસ શરૂ કરાઇ.

Related posts

વાયબ્રન્ટ ગુજરાત સમિટ અગાઉ સુરતના એધસ ગ્રુપ દ્વારા ગુજરાત સરકાર સાથે ૧૦૧૮ કરોડના MoU

saveragujarat

મોડાસાના સ્થાપના દિન નિમીતે આનંદ ઉત્સવ રંગારંગ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમને લઈ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરી

saveragujarat

Leave a Comment