Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના કૃષ્ણનગરમાં ૧૨ વર્ષના વિદ્યાર્થીનો આપઘાત

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૩૦
અમદાવાદના કૃષ્ણનગરમાં પરીક્ષાના ડરના કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. ૧૨ વર્ષના વિદ્યાર્થીએ પરીક્ષાના ડરના કારણે આપધાત કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરીક્ષાના કારણે બાળક સતત તણાવમાં રહેતો હતો. અગાઉ પણ બાળકે સ્કૂલમાં આપઘાતનો પ્રસાય કર્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. ત્યારે આ બાબતે કૃષ્ણનગર પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.અમદાવાદ જીલ્લા શિક્ષણાધિકારી દ્વારા લોકોમાં રહેલ ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાના લઈને બાળકોમાં રહેલ ભય દૂર કરવા માટે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમના માધ્યમથી ધો.૧૦ અને ૧૨ ની પરીક્ષાનો વિદ્યાર્થીઓમાં રહેલ હાઉ દૂર કરવામાં આવ્યો હતો.જીલ્લા શિક્ષણાધિકારીને કચેરી દ્વારા અમદાવાદ શહેરમાં “પરીક્ષા એક ઉત્સવ” કાર્યક્રમનુ આયોજન કરવામા આવ્યું છે. સાથે સાથે પ્રિલિમ પરીક્ષા પછી બોર્ડની પરીક્ષાની જેમ જ પ્રિ-બોર્ડની પરીક્ષા અમદાવાદ શહેરમાં લેવામાં આવે તેવું આયોજન અમે સંકલન સમિતિ અમદાવાદ શહેર સાથે મળીને કરવાના છીએ.અમદાવાદ શહેરમાં બોર્ડની પરીક્ષા પહેલા લેવાનાર પ્રિ-બોર્ડની પરીક્ષામાં જીલ્લા શિક્ષણાધિકારીને કચેરી અમદાવાદ દ્વારા સંકલન સમિતિ અમદાવાદ સાથે મળીને આયોજન કરવામાં આવનાર છે. જેમાં મુખ્યત્વે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની પરીક્ષા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ સાથે જ બોર્ડની પરીક્ષાની જેમ જ લેવામાં આવનાર છે.

Related posts

ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી પરાજય થયો

saveragujarat

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

saveragujarat

મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતી વિકાસ યોજના હેઠળ રાજકોટને 20.79 કરોડ અને સુરતને રૂા.581.40 કરોડ ફાળવાયા

saveragujarat

Leave a Comment