Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશના પ્રથમ સોલાર મીશન આદિત્ય એલ-૧નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં થશે

સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૭
ભારત દેશનું પ્રથમ સોલાર મિશન આદિત્ય એલ-૧નું લોન્ચિંગ જૂન-જુલાઈમાં કરવા જઈ રહ્યું છે. આ મિશનમાં સૂર્યના અભ્યાસ માટે એક સ્પેસક્રાફટ મોકલવામાં આવશે. ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે તાજેતરમાં આ જાહેરાત કરી હતી. હાલના તેને લઇ માહિતીમાં બીજી મહત્વપૂર્ણ બાબત એવી છે કે સ્પેસક્રાફટ માટે પેલોડ વિઝિબલ લાઇન એમિશન કોરોનાગ્રાફ ઈસરોને આપવામાં આવ્યો. આ પેલોડ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ દ્વારા તૈયાર થયેલુ છે. વીઈએલસીએ આ સૂર્યયાનનું સૌથી મહત્વપૂર્ણ અને પ્રાથમિક પેલોડ છે. વીઈએલસીને બનાવવામાં ૧૫ વર્ષથી વધુ સમયગાળો લાગ્યા છે. તે માટે આને ખૂબ જ જટિલ પેલોડ ગણવામાં આવે છે.ભારતના આ સૂર્યયાન મિશનમાં કુલ ૭ પેલોડ છે. જેમાંથી છ પેલોડ ઈસરો અને એક અન્ય સંસ્થાઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. સ્પેસક્રાફટને પૃથ્વી અને સૂર્ય વચ્ચે એલ૧ એટલે કે લેગ્રેન્જ પોઈન્ટ ૧ પર ઓર્બીટને રાખવા આવશે. આ માટે સૂર્યયાન મિશનનું નામ ‘આદિત્ય એલ-૧’ રાખવામાં આવેલું છે.લેગ્રેન્જ પોઈન્ટએ સ્પેસમાં પાર્કિંગની જગ્યા છે. જ્યાં અનેક સેટેલાઇટ પાર્ક કરવામાં આવ્યા છે. ભારતનું સૂર્યયાન પૃથ્વીથી લગભગ ૧૫ લાખ કિલોમીટર દૂર આ બિંદુ પર સ્થિત કરવામાં આવશે. આ જગ્યાએથી તે સૂર્યનો અભ્યાસ કરશે. ટૂંક સમયમાં વીઈએલસી અને અન્ય પેલોડ્‌સ બેંગલુરુમાં ેંઇ રાવ સેટેલાઇટ સેન્ટર ખાતે આદિત્ય-એલ૧ અવકાશયાનમાં સેટ કરવામાં આવશે. ત્યારબાદ તેમને ઁજીએલફ રોકેટમાં તૈનાત કરવામાં આવશે અને લોન્ચિંગ પેડ્‌સ પર લઈ જવામાં આવશે. વીઈએલસી પેલોડના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટરે જણાવ્યું હતું કે આ પેલોડમાં લગાવવામાં આવેલો સાયન્ટિફિક કેમેરા સૂર્યથી આપણને ખુબ સારા રિઝોલ્યુશનના ફોટા આપશે. •પૃથ્વી સહિત દરેક ગ્રહ અને સૌરમંડળની બહાર, એક્સોપ્લેનેટની સંખ્યા વધી રહી છે, અને આ વૃદ્ધિનું નિયંત્રણ મુખ્ય તારા દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. સૌર હવામાન અને વાતાવરણ, જે સૂર્યમાં અને તેની આસપાસ બનતી પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે, તે સમગ્ર સૂર્યમંડળને અસર કરે છે.• સૂર્યનો અભ્યાસ કરવો મહત્વપૂર્ણ બની જાય છે કારણ કે પૃથ્વી પરના તોફાનો વિશે જાણવા અને ટ્રેક કરવા અને તેની અસરોની આગાહી કરવા માટે સતત સૌર અવલોકનો જરૂરી છે.અત્યાર સુધીમાં અમેરિકા, જર્મની, યુરોપિયન સ્પેસ એજન્સી જેવા દેશોને મળીને કુલ ૨૨ જેટલા સુર્યાયાન મિશન મોકલવામાં આવ્યા છે. સૌથી વધારે દ્ગછજીછએ સૂર્યયાન મિશન મોકલ્યા છે. દ્ગછજીછ દ્વારા સૌપ્રથમ પાયોનીયર-૫ મિશન મોકલવામાં આવ્યું હતું.

Related posts

થલતેજ ખાતે ઑક્સિજન પાર્કનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે લોકાર્પણ

saveragujarat

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રંગારંગ ઉજવણી

saveragujarat

ગુજરાતની તિજોરીને રૂા. 35,000 કરોડની નુકસાની થશે

saveragujarat

Leave a Comment