Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી

સવેરા ગુજરાત,અમદાવાદ, તા.19

અમદાવાદ: ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20 સાયકલનું આયોજન કરાશે*. *સી-૪૦ (કલાઇમેટ ચેન્જ) અને યુનાઇટેડ સિટીઝ એન્ડ લોકલ ગવર્મેન્ટ્સ (UCLG), શહેરી મુદ્દાઓ પરના બે આંતરરાષ્ટ્રીય બિન-સરકારી જૂથો સાથે, અમદાવાદમાં ૯-૧૦ ફેબ્રુઆરી 2023 ના રોજ સિટી શેરપાની શરૂઆતની મીટિંગ, વિષયોની ચર્ચાઓ સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. જુલાઇ-૨૦ર૩માં U-20 મેયર્સ સમિટ પણ યોજાશે. G-20 દેશો ઉપરાંત, C40, UCLG સભ્ય શહેરો અને નિરીક્ષક શહેરોના મેયર અને પ્રતિનિધિઓ આ કાર્યક્રમોમાં ભાગ લેશે અને ચર્ચાઓને સમૃદ્ધ બનાવશે. વસુધૈવ કુટુમ્બકમ-વન અર્થ, વન ફેમિલી, વન ફ્યુચર’ની ભારતની G-20 થીમ સાથે સુસંગત અમદાવાદમાં યોજાનારી U-20 શહેર સ્તરની ક્રિયાઓ એકબીજા સાથે જોડાયેલી અને આપણા સહિયારા ભવિષ્યને રેખાંકિત કરતા કાયમી હકારાત્મક વૈશ્વિક પરિણામો લાવી શકે છે તે બાબત પર કેન્દ્રીત હશે.
આ અર્બન-20 સાયકલ જટિલ શહેરી મુદ્દાઓના સમાધાન માટે યોગ્ય નીતિ નિર્ધારણની દિશામાં રોડમેપ તૈયાર કરશે તથા સમિટમાં સહભાગી શહેરોની આકાંક્ષા પ્રતિબિંબિત કરશે. આ સંદર્ભનો એક દસ્તાવેજ U-20 સમિટના યજમાન શહેર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયાર કરાશે
.
આ પ્રસંગે ભારત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના મંત્રીશ્રી હરદીપસિંહ પુરીએ વિડિયો સંદેશના માધ્યમથી જણાવ્યું કે, અમદાવાદ ભારતનું આધુનિક, પ્રગતિશીલ એવું આર્થિક અને સાંસ્કૃતિક કેન્દ્ર સમાન શહેર છે. અર્બન-૨૦ સમિટની છઠ્ઠી સાઈકલની ચેરની યજમાની અમદાવાદ કરી રહ્યું છે, ત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટના લક્ષ્યોને સિદ્ધ કરવામાં શહેરોની ભૂમિકા વિશે આ બેઠકમાં આગવું વિચાર-મંથન થશે. તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઇ મોદી માટે દેશનો શહેરી વિકાસ એ પ્રાથમિકતા છે. પાછલાં વર્ષોમાં ભારત સરકારે વડાપ્રધાન ના નેતૃત્વમાં શહેરોમાં પાણી, સેનિટેશન, આવાસ અને જાહેર પરિવહનને લગતી વિવિધ યોજનાઓ અને સ્માર્ટ સિટી મિશન સફળતાપૂર્વક અમલી બનાવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, શહેરો દુનિયાના ઈકોનોમિક ગ્રોથ માટેના પાવર હાઉસ છે. વિશ્વની ગ્લોબલ જીડીપીમાં શહેરોનું પ્રદાન ૬૦ ટકા છે. શહેરો વૈશ્વિક વ્યાપાર અને મૂડીરોકાણને આકર્ષે છે. દુનિયાની ૫૦ ટકાથી વધુ વસ્તી શહેરોમાં વસે છે. ભારતમાં પણ શહેરીકરણની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે. આથી G-20 અંતર્ગત U-20નું આયોજન શહેરી વિકાસ ક્ષેત્રે નવું શિખવાનું અને ભારતની ઉપલબ્ધિઓને ઉજાગર કરવાનું માધ્યમ બની રહેશે.

ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ   મુકેશ કુમારે સ્વાગત પ્રવચન કરતા ગુજરાતમાં અર્બન-20 બેઠકોના આયોજનની રૂપરેખા જણાવી હતી. તેમણે કહ્યું કે, અર્બન-20 ચેરનું યજમાન બની અમદાવાદ હવે બ્યુનોસ આર્સ, રોમ, મિલાન, જકાર્તા, ટોક્યો, વેસ્ટ જાવા અને રિયાધ જેવા શહેરોની યાદીમાં સામેલ થઇ ચૂક્યું છે. ટાઇમ્સ મેગેઝિને અમદાવાદને ‘મક્કા ઓફ કલ્ચરલ ટુરિઝમ’ કહ્યું છે અને વિશ્વના ૫૦ એક્સ્ટ્રા ઓર્ડીનરી ડેસ્ટીનેશન્સની સુચીમાં સ્થાન આપ્યું છે.

આ પ્રસંગે અમદાવાદના મેયર  કિરીટ પરમારે G-20ની અધ્યક્ષતા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે શુભકામનાઓ વ્યક્ત કરી હતી. ઉપરાંત U-20ની અધ્યક્ષતા માટે અમદાવાદની પસંદગી કરવા માટે વડાપ્રધાન  પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. U-20નાં આયોજનોના સફળ સંચાલન-અમલીકરણ માટે અમદાવાદને સૌનો સહયોગ મળશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર ગીતાબહેન અને પદાધિકારીઓ, મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ  પંકજ જોષી, શહેરી વિકાસ અગ્ર સચિવ   મુકેશકુમાર, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર   થેન્નારસન તેમજ રાજ્ય સરકારના અને AMC ના અધિકારીઓ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

સતત પાંચમા દિવસે સેન્સેક્સમાં ૩૪૪, નિફ્ટીમાં ૭૧ પોઈન્ટનો કડાકો

saveragujarat

પહેલાની જેમ દરેકે ફરજિયાત માસ્ક પહેરવું જાેઈએ ઃ વડાપ્રધાન

saveragujarat

ઇડર ભીલોડા હાઇવે કાનપુર ગામ નજીક તુફાનજીપની ટક્કર બે બાઈક સવારના ઘટના સ્થળે મોત

saveragujarat

Leave a Comment