Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મુખ્તારની કંપનીનો મોટા બિલ્ડરો – વ્હાઈટ કોલર માફિયાઓની સાંઠગાંઠનો ખુલાસો

પ્રયાગરાજ, તા.૮
પૂર્વ ધારાસભ્ય મુખ્તાર અન્સારીના પુત્ર અને સુભાસ્પાના ધારાસભ્ય અબ્બાસ અન્સારીની કસ્ટડી રિમાન્ડનો મંગળવારાના રોજ ચોથો દિવસ છે. અત્યાર સુધીની પૂછપરછમાં ઈડીને મુખ્તારની કંપની અને ખાનગી બેન્ક ખાતાઓમાં કરોડોના ટ્રાન્ઝેક્શનની માહિતી મળી છે. મુખ્તારની કંપનીનો મોટા બિલ્ડરો સાથે તેમજ કેટલાક વ્હાઈટ કોલર માફિયાઓની સાંઠગાંઠનો ખુલાસો થયો છે. મળતી માહિતી પ્રમાણે, પૂર્વાંચલના એક સાંસદના બેન્ક ખાતામાંથી પણ લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે. હવે ઈડીની ટીમ આ તથ્યોની તપાસમાં લાગેલી છે.
મળતી માહિતી પ્રમાણે, ઈડી ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા લાકોને સમન્સ પાઠવીને નિવેદન રેકોર્ડ કરવા માટે પ્રયાગરાજ બોલાવવાની તૈયારી કરી રહી છે. અત્યાર સુધી ઈડીએ અબ્બાલ અન્સારીના ૧૦ બેન્ક ખાતાઓની તપાસ કરી છે. ઈડીએ અબ્બાસ અન્સારીને વિકાસ કન્સ્ટ્રક્શન અને આગાજ કન્સ્ટ્રક્શન વચ્ચેના પરપસ્પર વ્યવહાર વિશે પુછ્યુ હતું.
આ અગાઉ સોમવારના રોજ ઈડીએ ગાજીપુર ખાતેથી મુખ્તાર અન્સારીના સાળા સરજીલ રઝા ઉર્ફે આતિફની પણ ધરપકડ કરી હતી. ઈડીના અધિકારીઓ મોડી રાત્રે આતિફને લઈને પ્રયાગરાજ પહોંચ્યા હતા. ઈડી આજે અબ્બાસ અન્સારીને તેના મામા સરજીલ રઝા સાથે રૂબરૂ કરાવી શકે છે. ઈડી આજે સરજીલને કોર્ટમાં હાજર કરશે. ઈડી અબ્બાસની જેમ સરજીલને પણ કસ્ટડી રિમાન્ડમાં લેવાનો પ્રયાસ કરશે. તમને જણાવી દઈએ કે, મુખ્તાર વિરૂદ્ધ નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઈડી પરિવારનું નિવેદન નોંધી રહી છે.
ઈડીને તપાસમાં જાણવા મળ્યું હતું કે વિકાસ કન્સ્ટ્રક્શનના નામે કરોડોની છેતરપિંડી કરવામાં આવી છે. અબ્બાસના ખાતામાં મામા અને દાદાની કંપની આગાજ કન્સ્ટ્રક્શન પાસેથી લાખો રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા. ઈડીએ સોમવારના રોજ ગાજીપુર જેલમાંથી મુક્ત થતાં જ સરજીલ રઝાની ધરપકડ કરી હતી. ઈડીએ અબ્બાસ અન્સારીને શનિવારના રોજ કસ્ટડી રિમાન્ડમાં લીધો હતો. જિલ્લા અદાલતે અબ્બાસ અન્સારીના ૭ દિવસના કસ્ટડી રિમાન્ડને મંજૂરી આપી હતી. ઈડી ૧૨ નવેમ્બરના રોજ બપોરે ૨ વાગ્યા સુધીમાં અબ્બાસ અન્સારીને કોર્ટમાં હાજર કરશે. આ દરમિયાન પૂછપરછ પૂર્ણ નહીં થાય તો ઈડી અદાલત પાસે કસ્ટડી રિમાન્ડ વધારવાની માંગણી પણ કરી શકે છે. આ સાથે જ પૂછપરછમાં જે શંકાસ્પદોના નામ આવી રહ્યા છે તેમને પણ સમન્સ પાઠવીને ઈડી તેમની પૂછપરછ કરી શકે છે.

Related posts

આરોપીઓને જાહેરમાં ફટકારવાના કેસમાં હાઈકોર્ટે લાલ આંખ કરી

saveragujarat

શિવસેનાના નેતા સંજય રાઉત વિરુદ્ધ મોટી ઈડીની કાર્યવાહી

saveragujarat

મેક્સિકોમાં કાર રેસિંગમાં અંંધાધૂંધ ફાયરિંગ કરાયું

saveragujarat

Leave a Comment