Savera Gujarat
Other

અમદાવાદ એરપોર્ટથી વિમાન યાત્રા મોંઘી પડશે

સવેરા ગુજરાત અમદાવાદ તા.2
હવે અમદાવાદ એરપોર્ટ પરથી વિમાન યાત્રા મોંઘી પડી શકે છે. અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતા અદાણી ગ્રુપે યુઝર ડેવલપમેન્ટ ફી (યુડીઆઈ)માં 7થી14 ગણો વધારો માંગ્યો છે. આ ચાર્જ આગામી ફેબ્રુઆરીથી વધી શકે છે.
અત્યાર સુધી અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટીક અને ઈન્ટરનેશનલ પેસેન્જર બન્ને માટે યુડીએફ ચાર્જ રૂા.100 છે જે વધીને 700થી 1400 રૂપિયા થઈ શકે છે. અદાણીએ નવા ચાર્જ વધારા માટેની દરખાસ્ત રેગ્યુલેટરી ઓથોરીટીને મોકલી છે.
આ ચાર્જ દર વર્ષે વધતો જશે. અદાણી જૂથે 1 ફેબ્રુઆરી 2023 થી 31 માર્ચ 2024 સુધીનો ચાર્જ ડોમેસ્ટીક માટે રૂા.703 અને ઈન્ટરનેશનલ માટે રૂા.1400 રાખવા માંગણી કરી છે. જયારે 1 એપ્રિલ 2024થી 31 માર્ચ 2025 સુધીનો ચાર્જ રૂા.738 અને ઈન્ટરનેશનલ માટે ચાર્જ રૂા.1470 રાખવા માંગ કરી છે. એ જ રીતે 1 એપ્રિલ 2025થી 31 માર્ચ 2026 માટે ડોમેસ્ટીક યુડીએફ ચાર્જ રૂા.775 અને ઈન્ટરનેશનલ માટે રૂા.1544 ચાર્જ રાખવા માંગ કરી છે.
જેમાં અલગથી ટેકસ લાગશે. યુઝર ડેવલપમેન્ટ ચાર્જ પેસેન્જર દ્વારા ડાયરેકટ ચૂકવવામાં આવે છે. ઉપરાંત એરલાઈન્સ પાસે વસુલવામાં આવતા લેન્ડીંગ અને પાર્કીંગ ચાર્જમાં પણ વધારો કરવાની દરખાસ્ત છે. આ બધા ચાર્જ વધારાના કારણે હવાઈ મુસાફરી મોંઘી પડી શકે છે.

Related posts

ગુજરાતમાં કેવુ રહેશે ચોમાસું અને કેટલો પડશે વરસાદ? હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી

saveragujarat

મહુવા માર્કેટિંગ યાર્ડમાં લાલ ડુંગળીના થયા ઢગલે ઢગલા

saveragujarat

જામનગર સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ દ્વારા દિવાળીના પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું કરાયું આયોજન

saveragujarat

Leave a Comment