Savera Gujarat
Other

અમદાવાદ-વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦
ભાદરવાના પહેલા જ દિવસે ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો છે. અસહ્ય ઉકળાટ વચ્ચે ગુજરાતના અનેક જિલ્લાઓના વાતાવરણમાં ઠંડક આવી છે. રાજકોટ, ભાવનગર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા અને પાટણમાં સારો વરસાદ થતાં લોકોમાં ખુશી છવાઈ તો બીજી તરફ, અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. વીજળીના કડાકાભડાકા સાથે પશ્ચિમ અમદાવાદમાં વરસાદ તૂટી પડ્યો છે. ચારેબાજુ કાળાડિબાંગા વાદળો છવાતા અંધારપટ છવાયું છે. ભારે પવન સાથે વરસાદ તૂટી પડતા અમદાવાદીઓ ગેલમાં આવી ગયા છે. હજુ પણ ૩ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે. તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જાેવા મળ્યો છે. ગુજરાતના ૧૨ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ નોંધાયો ચે. રાજકોટ, ભાવનગર, દ્વારકા અને જૂનાગઢમાં વરસાદ છે. તો ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણામાં વરસાદ નોંધાયો છે. ગાંધીનગર અને અમદાવાદમાં પવન સાથે વરસાદ તૂટી પડ્યો. કચ્છના ગાંધીધામ, અંજાર સહિતના વિસ્તારોમાં આજે એકાએક હવામાન પલટાયું છે. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ભારે વરસાદથી ગાંધીધામ, અંજારના માર્ગો ઉપર પાણી વહી નીકળ્યા છે. વરસાદ છતા બફારો અને ઉકળાટ યથાવત છે. તો દ્વારકાના ખંભાળિયા પંથકમાં સતત ત્રીજા દિવસે પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એક કલાકમાં ખંભાળિયામાં બે ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ખંભાળિયામાં ગાજવીજ સાથે તોફાની વરસાદથી શહેરના મુખ્ય માર્ગો પાણી પાણી થયા છે. સતત ત્રીજા દિવસે ખંભાળિયા પંથકમાં વરસાદ થતા ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. તો માળીયાહાટીનામાં માત્ર અડધા કલાકમાં દોઢ ઈંચ વરસાદ તૂટી પડ્યો. ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતા ધોધમાર વરસાદને લીધે માળીયા હાટીના મુખ્ય બજારોમાં પાણી ભરાયા હતા. સવારથી અહ્યય ગરમી વચ્ચે વરસાદી માહોલ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Related posts

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

saveragujarat

જેટલું કાદવ ઉછાળશો, કમળ તેટલું વધુ ખિલશે :મોદી

saveragujarat

ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ શરૂ

saveragujarat

Leave a Comment