Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

મોંઘવારીના મુદ્દે ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાતાં અટકાયત

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૮
દેશમાં કૂદકેને ભૂસકે વધી રહેલી મોંઘવારીથી સમગ્ર દેશ ત્રાહીમામ પોકારી ઉઠ્યો છે. ત્યારે મોંઘવારી રોજગારી સહિત દેશને સ્પર્શતાં મહત્વના મુદ્દાને લઇને સમગ્ર દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરી મોંઘવારી ઘટાડા માટે પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત અમદાવાદ ખાતે ગુજરાત યુવા કોંગ્રેસ દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને દેશની જનતાને મોંઘવારીના વિરોધમાં વાકેફ કરી ભાજપ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં હતા જે સંદર્ભે પ્રદર્શન સ્થળ પર પહોંચેલી પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.


લાલદરવાજા અમદાવાદ ખાતે ગુજરાત યુવા કોંગ્રેસ પ્રમુખ   વિશ્વનાથસિંહ વાઘેલા જી ની આગેવાની માં ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજવા માં આવ્યો યુથ કોંગ્રેસ દ્વારા આયોજીત આ કાર્યક્રમ માં ગુજરાત યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા સહિત આગેવાનો એ શર્ટ નિકાળી અને સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તથા લાલ દરવાજા ખાતે રસ્તા પર બેસી ચક્કાજામ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ પોલીસ દ્વારા યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો ની અટકાયત કરી કારંજ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. જેમાં યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રવક્તા કપિલ દેસાઈ, અમદાવાદ શહેર યુવા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ જયમન શર્મા તથા મોટી સંખ્યા માં યુથ કોંગ્રસ ના આગેવાનો કાર્યકરો અને યુવાનો હાજર રહ્યા હતા .

Related posts

ગુજરાતમાં આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની સંભાવના, પ્રિમોન્સૂન તૈયારી અંગે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં ૧૬૧૩૮૬ નવા કેસ, ૧૭૩૩ લોકોનાં મોત

saveragujarat

સોમનાથમાં દિવાળી પર્વમાં પ્રવાસીઓનો વધ્યો ધસારો

saveragujarat

Leave a Comment