Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદીઓ માટે શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૩૦
અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં છસ્‌જી દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું આયોજન કરાયું છે. શહેરમાં આવેલા વિવિધ ધાર્મિક સ્થળો પર છસ્‌જી દ્વારા લઈ જવાશે. બાળકો માટે ૩૦ અને મોટી ઉંમરના લોકો માટે ૪૦ રૂપિયા ટિકિટનો દર રહેશે. છસ્‌જીની ૪૦ સીટ દીઠ ગ્રુપમાં ભેગા થઇ ૨૪૦૦ રૂપિયા જમા કરાવતા છસ્‌જી બસમાં ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરી શકાશે.
છસ્‌જી દ્વારા ધાર્મિક પ્રવાસના આયોજનમાં અમદાવાદના ૨૪ જેટલા ધાર્મિક મહત્વ ધરાવતા મંદિરોના દર્શન કરી શકાશે. દર શ્રાવણ માસમાં છસ્‌જી ધાર્મિક પ્રવાસનું આયોજન કરે છે. છસ્‌જી બસ ટર્મીનલ ઉપર બસ બુક કરાવી શકાશે. આઠ કલાકના સમયમાં દર્શનનો લાભ લઈ શકાય તે રીતે મંદિરો નક્કી કરવાના રહેશે. લાલદરવાજા, મણિનગર, સારંગપુર અને વાડજ ટર્મિનસથી બસ ઉપલબ્ધ થાય છે.
છસ્‌જીમાં સામાન્ય દિવસોમાં ધાર્મિક બસ પ્રવાસ યોજનામાં પુખ્ત વયના લોકોની ૯૦ અને બાળકોની ૪૫ રૂપિયા ટિકિટ હોય છે. જેને ઘટાડી પુખ્ત વયના લોકો માટે ૬૦ અને બાળકો માટે ૩૦ રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત રક્ષાબંધનના દિવસે પણ મહિલાઓ માટે મનપસંદ ટિકિટ યોજનામાં માત્ર ૧૦ રૂપિયામાં મહિલાઓ મુસાફરી કરી શકશે. બાળકોની પાંચ રૂપિયા ટિકિટ રાખવામાં
આવી છે.
મહત્વનું છે કે,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના કુલ ૨૩ જેટલા અલગ-અલગ મંદિરોમાં પ્રવાસીઓને દર્શન કરાવવામાં આવે છે. નાગરિકો સસ્તા દરે શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં દર્શન કરી શકે તેના માટે છસ્‌જી સત્તાધીશો દ્વારા ટિકિટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે ઓછામાં ઓછા ૪૦ પ્રવાસીઓ હોવા જરૂરી છે. સવારે ૮.૧૫થી ઉપડી વિવિધ ૨૩ મંદિરે ફરી સાંજે ૪.૧૫ વાગ્યે પરત લાવે છે.
ધાર્મિક બસ પ્રવાસ યોજના માટે લોકોને પાંચ રૂટના ઓપ્શન આપવામાં આવ્યા છે. પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના મંદિરોના રૂટ અલગ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં પુર્વમાં બે અને પશ્ચિમમાં બે તેમજ એક જનરલ રૂટ છે. જે પણ રૂટ ઉપર પ્રવાસીઓ નક્કી કરે તે રૂટ પર દર્શનનો લાભ તેમને આપવામાં આવશે. આ સાથે જ એક ખાસ નિયમ પણ મૂકાયો છે. જેમ કે, જાે આ સુવિધા ગ્રૂપમાં લેવી હશે તો ઓછામાં ઓછા ૪૦ પ્રવાસી હોવા જાેઈએ. પ્રવાસ માટે જવા એક દિવસ પહેલા જાણ કરવાની રહેશે.
કયા કયા મંદિરોના દર્શન કરાવાશે
ભદ્રકાળી મંદિર – લાલ દરવાજા , મહાકાળી મંદિર – દૂધેશ્વર, ચામુંડા મંદિર – અસારવા બ્રિજ નીચે, માત્રભવાની વાવ – અસારવા, પદ્માવતી મંદિર – નરોડા, ખોડિયાર મંદિર – નિકોલ, હરસિદ્ધી માતા મંદિર – રખિયાલ, બહુચરાજી મંદિર – ભૂલાભાઈ પાર્ક, મેલડી માતા મંદિર – બહેરામપુર, વૈષ્ણોદેવી મંદિર – એસજી હાઈવે, ઉમિયા માતા મંદિર – જાસપુર રોડ, આઈમાતા મંદિર – સુઘડ, હિંગળાજ માતા મંદિર – નવરંગપુરા, કેમ્પ હનુમાન, સિદ્ધિ વિનાયક, કર્ણમુક્તેશ્વર મહાદેવ, અક્ષર પુરષોત્તમ મંદિર, તિરૂપતિ બાલાજી, જગન્નાથ મંદિર, નિલકંઠ મહાદેવ, ચકુડિયા, સોલા ભાગવત, ઈસ્કોન.

Related posts

ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ઠગાઈ: રાજકોટમાં 3 સહિત ગુજરાતમાં 80 કેસ

saveragujarat

વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં અનંત શ્રી વિભૂષિત જગતગુરુ સ્વામી શ્રી રામભદ્રાચાર્યજી મહારાજની શુભેચ્છા મુલાકાત…

saveragujarat

ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિએ કોરોનાની રસીના બે ડોઝ લીધેલા હોવા જોઈએ.

saveragujarat

Leave a Comment