Savera Gujarat
Other

ઉંધે માથે પટક રહેલી કંગના રનૌતની ધાકડ ફિલ્મ, ૮માં દિવસે માત્ર ૨૦ ટિકીટો વહેચાંઇ ૮૦થી ૯૦ કરોડમાં બનેલી ધાકડ ફિલ્મની કમાણી માત્ર ૩ કરોડની આસપાસ સમેટાઈ

મુંબઈ : તા. ૨૮
સાઉથની ફિલ્મો ‘આરઆરઆર’ કે ‘કેજીએફ ચેપ્ટર-૨’નો એક દિવસની આવકનો આંકડો ભલે કરોડોમાં હોય પણ બોલિવુડની કંગના રનૌત સ્ટારર ફિલ્મે કદાચ નવો રેકોર્ડ તોડ્યો છે. હાલમાં આઠમાં દિવસે ‘ધાકડ’ની એક દિવસમાં માંડ ૨૦ ટિકિટ વેચાઇ અને કુલ ૪૪૨૦ રુપિયાની ‘કમાણી’ કરી છે ! અંદાજે ૮૦ કરોડથી ૯૦ કરોડના બજેટમાં બનેલી ફિલ્મ ‘ધાકડ’નો અત્યાર સુધીનો વકરો માત્ર ૩ કરોડનો રહ્યો છે. હાલ દેશનાં મોટાભાગની સિનેમાઘરોમાંથી ‘ધાકડ’ હટાવી દેવાઇ છે. અગાઉ પણ ફિલ્મના કેટલાય શો કેન્સલ થયા હતા.‘ધાકડ’ બોલિવુડની સૌથી મોંઘી મહિલા પ્રધાન ફિલ્મ છે. ‘ધાકડ’અત્યાર સુધીની સૌથી વધુ નુકસાન ઉઠાવનાર ફિલ્મ સાબિત થઇ છે. મોટાભાગના સિનેમામાં તો રિલીઝનાં ત્રીજા દિવસે એટલે કે સોમવારે જ ફિલ્મ બંધ કરી દેવાઈ હતી.બોક્સ ઓફિસ પર ફિલ્મ પિટાઈ જતાં તેની સીધી અસર ફિલ્મની ઓટીટી અને સેટેલાઈટ રાઈટ્‌સની ડીલ પર અસર પડી છે. હાલ તેના આ રાઇટ્‌સ પણ નથી વેચાતા, કારણ કે મેકર્સને કોઇ ખરીદનાર નથી મળી રહ્યા. રજનીશ ધઇના નિર્દેશનમાં બનેલી આ એકશન થ્રીલરમાં કંગના ઉપરાંત અર્જુન રામપાલ, દિવ્યા દતાએ ભૂમિકા ભજવી છે.

Related posts

હંમેશા તરસ્યા રહેતા કચ્છ માટે સરકારનો મોટો નિર્ણય, હવે દૂર થશે પાણીની પળોજણ

saveragujarat

ગરમીની શરૂઆત સાથે જ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

saveragujarat

રાજ્યના નાગરિકો ઓમિક્રોન વાયરસને હળવાશથી ન લે -: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

saveragujarat

Leave a Comment