Savera Gujarat
Other

મુંદ્રા પોર્ટે વધુ 50 કિલો ડ્રગ્સ પકડાયું

અમદાવાદ,તા.26 : કચ્છના મુંદ્રા પોર્ટ પર ઇમ્પોર્ટ થયેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરવામાં આવી રહી છે. સુત્રોએ જણાવ્યું કે તેમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે, હજી પણ કન્ટેનરના તમામ જથ્થાની તપાસ ચાલી રહી છે તેમજ તેના સેમ્પલ નાર્કોટીક્સ તપાસ માટે મોકલાયા છે. ડિરેક્ટરોટ ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ દ્વારા મુંદ્રા પોર્ટ પર આવેલા એક કન્ટેનરને રોકાવીને તપાસ ચલાવી હતી.

સુત્રોએ જણાવ્યું કે મીઠુ હોવાનું ડિક્લેરેશન ધરાવતું આ ક્ધસાઇમેન્ટ ઈરાનથી વાયા દુબઈ થઈને મુંદ્રા પહોંચ્યું હતું. જેમાં રહેલા જથ્થાને બહાર કાઢીને મોડી રાત સુધી તપાસ કરવામાં આવી હતી. તેમાં 50 કિલો જેટલો સિન્થેટીક ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તે ખરેખર હેરોઈન છે કે અન્ય કોઇ ડ્રગ તે તપાસ પુર્ણ થયા અને રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થશે. કસ્ટમના સુત્રોએ મીઠાના કન્ટેનરની તપાસ ચાલતી હોવાની ગતીવીધીને સમર્થન આપ્યું હતું.

Related posts

૩૫૦થી વધુ કલાકારો સતત પાંચ દિવસ સુધી કલા સાધના કરશે

saveragujarat

મફત રાશન યોજનામાં કર્યા ફેરફાર, ૮૦ કરોડ લોકોને થશે ફાયદો

saveragujarat

PM MODI ની ગુજરાત મુલાકાતને લઇને તડામાર તૈયારીઓ, જાણો વડાપ્રધાનના કાર્યક્રમની રૂપરેખા

saveragujarat

Leave a Comment