Savera Gujarat
Other

કોલ સેન્ટર કેપિટલ બન્યું અમદાવાદ! વિદેશી નાગરિકોને વિશ્વાસમાં લઈને રૂપિયા પડાવતા બે યુવાનો ઝડપાયા

સવેરા ગુજરાત/અમદાવાદ તા.૨૫ : કોલ સેન્ટર કેપિટલ બની રહેલા અમદાવાદના બે યુવાનો અમેરિકન નાગરિકોને વિશ્વાસમાં લઈને તેમની પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. ત્યારે જ અમદાવાદ સાયબર ક્રાઇમની ટીમે ઝુંડાલ સર્કલ નજીક શરણ સર્કમાં ચાલતા કોલ સેન્ટર પર દરોડા પાડીને કોલ સેન્ટરનો પર્દાફાશ કર્યો હતો. જ્યારે કોલ સેન્ટર ચલાવતા સૌરભ મહેશકુમાર વર્મા અને ટીકમ કનૈયાલાલ વૈષ્ણવ ને ઝડપી લીધા હતા. તેમણે કેટલાક અમેરિકન નાગરિકો સાથે કેટલા રૂપિયા પડાવ્યા હતા તેની તપાસ ચાલી રહી છે.આ વિશે મળતી માહિતી પ્રમાણે, ઝૂંડાલ નજીકના ટાવરમાં કોલ સેન્ટર ચાલી રહ્યું છે તેવી બાતમી મળતાં જ સાયબર ક્રાઇમની ટીમે દરોડા પડ્યા હતા. શરણ સર્ક બિલ્ડીંગના ફ્લેટમાં દરોડા પાડીને સાયબર ક્રાઇમની ટીમે સૌરભ અને ટીકમ ને ઝડપી લીધા હતા. તેઓ રાત્રે અમેરિકન નાગરિકોને લેન્ડીંગ ક્લબ નામની લોન આપતી કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપી વાત કરતા હતા. જેવો અમેરિકન નાગરિક વિશ્વાસમાં આવી જાય એટલે તેના ખાતામાં લોન જમા કરાવવા માટે થોડા પોઇન્ટ ખુટતા હોવાનું કહી તેને અમેરિકામાંથી જ ઇબે, વોલમાર્ટ, ગુગલ પ્લે કાર્ડના ગીફ્ટ કાર્ડ ખરીદાવતા હતા અને તેનો 16 અંકનો નંબર મેળવી પૈસા પડાવતા હતા.પોલીસે તેમની પાસેથી લોન માટે ઇન્કવાયરી કરનાર લોકોનું લિસ્ટ, છ મોબાઈલ ફોન, લેપટોપ વાઇફાઇ રાઉટર કબજે લીધું હતું. સાથે સાથે તેઓ કેટલાક સમયથી આ કોલ સેન્ટર ચલાવતા હતા અને તેમણે કેટલાક લોકોને ચુનો લગાવ્યો છે. તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

થોડા વર્ષો પહેલાં અમેરિકાની તપાસ એજન્સી એફબીઆઇ દ્વારા આ કૌભાંડ અંગે તપાસ શરૂ કરવામાં આવી હતી, જેના છેડા અમદાવાદ પોલીસ કમિશનર ઓફિસ સુધી પહોંચ્યા હતા. ક્રાઇમ બ્રાંચના સિનિયર અધિકારી જ્યારે કોલ સેન્ટરમાં રેડ કરી રહ્યા હતા ત્યારે જ કોલ સેન્ટર ના ‘સરદાર’એ તેમના સાહેબની ભલામણ હોવાનું કહી રેડ કેન્સલ કરાવી હતી.

Related posts

અમૃતપાલના ૧૧ સાથીને ૧૪ દિવસના જ્યુડિશિયલ રિમાન્ડ

saveragujarat

ખુલ્લા કૂવામાં સિંહ-સિંહણ પડતાં બંનેના મોત નિપજ્યા

saveragujarat

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસનો આંકડો ૬૦૫૦

saveragujarat

Leave a Comment