Savera Gujarat
Other

જાપાન, ઈરાક સહિતના 42 દેશોએ ભારતમાં ઉત્પાદીત રક્ષા ઉપકરણો માટે ઓર્ડર આપ્યા

સવેરા ગુજરાત/નવી દિલ્હી તા.5
દેશમાં રક્ષાક્ષેત્રે આત્મનિર્ભર બનવાના પ્રયાસમાં મહત્વની સફળતા મળી રહી છે અને ભારતીય સૈન્યની આવશ્યકતા જ નહી પણ જાપાન, ઈરાક સહિતના 42 દેશોએ ભારતમાં ઉત્પાદીત રક્ષા ઉપકરણો માટે ઓર્ડર આપ્યા છે.હાલમાં ડિફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) એ ભારતીય વાયુસેના માટે 500 કિલોનો એક બોમ્બ તૈયાર કર્યો છે જેને જનરલ પર્પઝ બોમ્બ નામ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના જબલપુરની ઓર્ડીનન્સ ફેકટરીમાં આ બોમ્બ બનાવાયો છે અને તે ભારતીય હવાઈદળને સુપ્રત કરવામાં આવ્યો છે અને 15 મીલીમીટર લાંબા 21 હજાર સ્ટીલના ગોળા ભરેલા આ બોમ્બ 100 મીટરના ક્ષેત્રમાં તબાહી મચાવી દે છે અને તેનાથી પુલ અને બંકર નહી પણ એરપોર્ટના રનવેને પણ ઉડાવી શકાય છે.
જે 12 મીલીમીટરની સ્ટીલની પ્લેટને પણ ભેદી શકે છે અને ભારતમાં તે જેગુઆર અને સુખોઈ જેવા વિમાનો મારફત ફેંકી શકાય છે. ભારતના આ બોમ્બની વિશ્વના અનેક દેશોના હવાઈદળોએ માંગ કરી છે. 2024-25 સુધીમાં ડીફેન્સ એક્ષપોર્ટ રૂા.36500 કરોડ પહોંચી જશે તેવી ગણતરી છે. દેશની 41 ઓર્ડીનન્સ ફેકટરીઓમાં હવે આધુનિક રીતે શસ્ત્રો અને દારુગોળો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેનો ફાયદો મળી રહ્યો છે.

Related posts

ખેડૂતોને સ્માર્ટ ફોનની ખરીદ કિંમતના ૪૦ ટકા અથવા રૂ. ૬,૦૦૦ સુધીની સહાય અપવાની યોજના અમલી

saveragujarat

ડોકટરને સરકારી નોકરી આપવાની લાલચ આપી રૂ.૨૩.૫૦ લાખ ખંખેર્યા

saveragujarat

શેરબજારમાં બે તરફી વધઘટે સાવચેતીનું માનસ : ડ્રીમ ફોલ્કનું લીસ્ટીંગ, 55 ટકા કમાણીથી ઈન્વેસ્ટરો ખુશ

saveragujarat

Leave a Comment