Savera Gujarat
Other

નીટ-પી.જી.ના 6000 એડમીશન રદ કરાયા

સવેરા ગુજરાત/નવી દિલ્હી: દેશમાં કોરોનાના કારણે શિક્ષણ ક્ષેત્રમાં પરીક્ષાઓ તથા શૈક્ષણિક કેલેન્ડરમાંજ અસ્તવ્યસ્ત બની જવાની સ્થિતિ સર્જાઈ છે. તેમાં હવે ફરી ખડુ થયુ છે. સર્વોચ્ચ અદાલતના એક આદેશના પગલે ધ નેશનલ બોર્ડ એકઝામીનેશન જે નીટ-પી-જી-ટેસ્ટ લે છે તેણે તા.21થી 31 માર્ચ 2022 દરમ્યાન જે મોપ-અપ-રાઉન્ડમાં 6000 જેટલા વિદ્યાર્થીઓને એડમીશન આપ્યા છે.તે સમગ્ર મોપ-અપ રાઉન્ડ જ કેન્દ્રીત કરીને આ 6000 જેટલા વિદ્યાર્થીઓના એડમીશન પણ રદ થયા છે અને હવે નવેસરથી મોપ-અપ રાઉન્ડ યોજાશે. અગાઉ જે મોપ-અપ રાઉન્ડ યોજાયા હતા જેમાં ઉંચા મેરીટવાળા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યા ન હતા અને નીચા મેરીટવાળા વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી જતા સુપ્રીમ કોર્ટે 146 વિદ્યાર્થીઓના એડમીશન રદ થતા આ વિવાદ સર્જાયો હતો અને મેરીટમાં ગડબડ થવાની શકયતા પરથી હવે તમામ 6000 એડમીશન રદ થયા.
ઉપરાંત એકઝામીનેશન બોર્ડ પ્રવેશ માટેનો કટ ઓફ તમામ કેટેગરીમાં 15% પર્સન્ટાઈઝ- કટ ઓફ નીચો લીધો છે જેનાથી પણ જે નવી સ્થિતિ બની છે તે સંદર્ભમાં આ એડમીશન રદ થયા છે અને જે તે કોલેજ યુનિ.ને આ વિદ્યાર્થીઓના એડમીશન ‘રદ’ થયેલા ગણીને તેમની ફી તથા સર્ટીફીકેટ પરત આપવા સુચના મળી છે. આ વિદ્યાર્થીઓએ હવે જે નવી મોપ-અપ પ્રક્રિયા જાહેર થાય તેમાં ફરીથી અરજી કરવાની રહેશે.દેશની મેડીકલ કોલેજની 42000 બેઠકો જે પી.જી. માટે ઉપલબ્ધ છે તેમાં 50% ઓલ ઈન્ડીયા કવોટાના આધારે બેઠકો ભરાય છે અને 50% જે તે રાજયના કવોટા મુજબ વિદ્યાર્થીઓ સ્થાનિક પ્રવેશ મેળવી શકે છે પણ આ પ્રક્રિયામાં કોઈ ગડબડ થતા નીચી મેરીટવાળા વિદ્યાર્થીઓ પોતાની પસંદગીની બેઠકો પર એડમીશન મેળવી રહ્યા હોવાનું જાહેર થતા જ સર્વોચ્ચ અદાલતના આદેશથી હવે તમામ 6000 એડમીશન રદ થયા છે.

Related posts

જમ્મુ-કાશ્મીરમાં શિક્ષકની હત્યા બાદ ૧૦૦ થી વધુ હિન્દુ પરિવારોએ સ્થળાંતર કર્યું અહેવાલ

saveragujarat

હૈદરાબાદનો ૨૪ કેરેટ ગોલ્ડના આઇસક્રીમ

saveragujarat

ચારધામ યાત્રા : કેદારનાથમાં વધુ બે યાત્રાળુના મોત નિપજ્યા

saveragujarat

Leave a Comment