Savera Gujarat
Other

દેશમાં સૌથી પ્રભાવશાળીમાં મોદી નંબર વન અમિત શાહ નંબર ટુ

નવી દિલ્હી તા.31
ભારતના સૌથી 100 શક્તિશાળી નેતાઓની યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત નંબર વન પર રહ્યા છે. જયારે બીજા નંબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહ રહ્યા છે, જયારે ત્રીજા નંબરે આરએસએસના વડા મોહન ભાગવત દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ તરીકે સ્થાન મેળવી ગયા છે. ચોથા નંબરે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી જે.પી.નડ્ડા, પાંચમા નંબરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, છઠ્ઠા નંબરે ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદીત્યનાથ, સાતમા નંબર પર ગુજરાત અને વિશ્વના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી, આઠમા નંબરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભલ, નવમા નંબરે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, દશમા નંબરે નાણામંત્રી નિર્મલા સીતારામન, અગીયારમાં નંબરે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી, 16માં સ્થાને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, 17માં સ્થાને એનસીપીના વડા શરદ પવાર, 27માં સ્થાને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી, 51માં સ્થાને તેમના પુત્ર અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી અને 56માં સ્થાને ઉતરપ્રદેશમાં વિપક્ષના નેતા અખિલેશ યાદવને ક્રમ મળ્યો છે.આ યાદીમાં બીજેપી સંગઠન પર આરએસએસની પકકડના કારણે મોહન ભાગવતને ત્રીજા નંબરે સ્થાન અપાયું છે. તો અમીત શાહ જે રીતે સરકાર અને સંગઠન બંનેમાં પકકડ ધરાવે છે તેથી તેમને નંબર ટુ નું સ્થાન મળ્યું છે. જયારે ઉદ્યોગપતિમાં બે ગુજજુ અંબાણી અને અદાણી દેશના સૌથી પાવરફુલ વ્યક્તિ રહ્યા છે.પ્રિયંકા ગાંધીને છેક 75મો ક્રમ મળ્યો છે અને તેમના કરતા અરવિંદ કેજરીવાલ વધુ શક્તિશાળી ગણાયા છે. ચીફ જસ્ટીસ એન.વી.રામન્ના બારમાં સ્થાને છે. આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ ઉપરાંત ગોલ્ડ મેડલીસ્ટ નીરજ ચોપડા 50માં સ્થાને છે. જયારે અભિનેત્રી કંગના રનૌત, અક્ષયકુમારને પણ સ્થાન મળ્યું છે.

Related posts

ગુજરાતમાં પશુઓના મોતનું તાંડવ : માત્ર પશુપાલનથી પરિવાર ચલાવતા પરિવારો પર દુઃખનો પહાડ તૂટ્યો

saveragujarat

જુહાપુરાનો નામચીન કાલુ ગરદન સહિત ચાર શખ્સો લોકલ ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં સપડાયાં

saveragujarat

હવામાન વિભાગે ૨૫ રાજ્યો માટે વરસાદની ચેતવણી જારી કરી

saveragujarat

Leave a Comment