Savera Gujarat
Other

ભારતમાં ક્રિપ્ટો પર ટેક્ષ પુર્વે વેચાણની દૌટ

સવેરા ગુજરાત/મુંબઈ તા.29
દેશમાં ક્રિપ્ટો કરન્સી પર તા.1 એપ્રિલ 2022થી 30 ટકાનો કેપીટલ ગેઈન ટેક્ષ લાગશે તે નિશ્ર્ચિત બન્યું છે અને તે પુર્વે હજુ 31 માર્ચ કે તે પુર્વેના ક્રિપ્ટોના જે વ્યવહારો છે અને જે નફો છે તેના પર ટેક્ષ લાગશે કે કેમ તે હજુ નિશ્ર્ચિત નહી હોવાથી રોકાણકારો પોતાની ક્રિપ્ટો કરન્સી વેચી રહ્યા છે. સરકારે જે ખરડો રજુ કર્યો છે તેમાં હજુ સુધી આ ટેક્ષ પાછલી અસરથી લાગુ થશે કે કેમ તે સ્પષ્ટતા કરી નથી. માનવામાં આવે છે કે લોંગ ટર્મ કેપીટલ ગેઈન ટેક્ષમાં છેલ્લા 36 માસમાં જે કાંઈ નફો થયો હોય કે નુકશાન હોય તેના પર ટેક્ષ લાગશે અને તેથી તાજેતરમાં રોકાણ કરનાર પોતાના ક્રિપ્ટો વેચી રહ્યા છે. ઉપરાંત સરકારના ખરડામાં એક જ ક્રિપ્ટોમાં થયેલા નફા-નુકશાન સેટઓફ કરવાની છૂટ છે. બે કરન્સીમાં એકબીજાની ખોટ સેટઓફ નહી થઈ શકે.
ભારતમાં ક્રિપ્ટો કરન્સી પર તા. 1 એપ્રિલથી ટેક્સ અને 1 જૂન, 2022 થી 1 ટકો ટીડીએસ પણ રુા. 10,000થી વધુના વાર્ષિક વહેવાર પર અમલી બની જશે તે વચ્ચે પણ ક્રિપ્ટો કરન્સી માર્કેટ તેજીમાં જ છે અને વૈશ્ર્વિક સ્તરે ક્રિપ્ટોમાં 1.77 ટકાનો વધારો થયો છે અને બિટકોઇન 1.51 ટકા વધીને 47,555 ડોલરના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. ઇથેરમ 2.89 ટકા વધીને 3,391 ડોલરના ભાવે ટ્રેડ થઇ રહ્યો છે. આમ ભારતમાં આ કરન્સી ટેક્સ પાત્ર બનવાની કોઇ અસર થઇ નથી.

Related posts

ભારતનું અનોખું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

saveragujarat

ઈઝરાયેલના ભારત સ્થિત રાજદૂતે ગંધીનગર મુખ્યમંત્રીની લીધી સૌજન્ય મુલાકાત,ભાગીદરીને વધુ મજબુત બનાવવા તત્પરતા દાખવી.

saveragujarat

Surat ની આ રંગોળી વિશ્વમાં ક્યાંય બીજે નથી બનતી, વિદેશથી લોકો આવે છે શીખવા

saveragujarat

Leave a Comment