Savera Gujarat
Other

સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ સામે સુપ્રિમમાં રીટ દાખલ

સવેરા ગુજરાત/અમદાવાદ :સ્થિત સાબરમતી આશ્રમ રી-ડેવલપમેન્ટ કરવા મોદી સરકાર દ્વારા હાથ ધરાયેલ જંગી પ્રોજેકટ સામે મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધીએ કરેલી અરજી સુપ્રિમ કોર્ટે દાખલ કરવા નિર્ણય લીધો છે અને તેના પર આગામી સપ્તાહે નિર્ણય લેવાશે. સરકારે આશ્રમમાં દસકાઓથી રહેતા પરિવારોને અન્યત્ર વસાવી સમગ્ર આશ્રમનું રીનોવેશન કરવાનો પ્લાન અમલમાં મુકી દીધો છે પણ તેની સામે તુષાર ગાંધીએ લડત ચાલુ કરી છે.

મોદી સરકારે અંદાજે 10 હજાર કરોડના ખર્ચે સાબરમતી આશ્રમને રી-ડેવલપમેન્ટ કરવાનો પ્લાન શરૂ કર્યો છે. પરંતુ મહાત્મા ગાંધીએ જયાંથી સત્યાગ્રહ ચાલુ કર્યો હતો તે આશ્રમની જે કુદરતી પરિસ્થિતિ છે તે જળવાઇ રહે અને મહાત્મા ગાંધી સંસ્મરણો સાથે ચેડા ન થાય તેવી માંગણી સાથે તુષાર ગાંધીએ આ રીટ અરજી કરી છે. જોકે સરકાર પ્રોજેકટમાં ઘણી આગળ ચાલી ગઇ છે. અહીં વસતા લોકોને અમદાવાદમાં ફલેટ તથા અન્ય સુવિધાઓ સાથે વસાવી દેવામાં આવ્યા છે. સુિ5્રમ કોર્ટમાં દાખલ થયેલી રીટમાં જણાવ્યું છે કે ગાંધીજીનું આ સ્મારક તેના મુળ સ્વરૂપે જળવાય રહે તો જ તેની પવિત્રતા જળવાશે.

Related posts

પોલીસ ગ્રેડ પે આંદોલન મુદ્દે શિસ્તભંગની કાર્યવાહી બદલ અરવલ્લીના એએસઆઇ સસ્પેન્ડ

saveragujarat

અમદાવાદસિવિલ હોસ્પિટલ માં રંગબેરંગી તોરણ, માહિતી સભર ચિત્રો અને રંગોળી સાથે દિવાળી ની ઉજવણી

saveragujarat

ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફની ભરતીની સત્તા સ્કૂલોને આપો શાળા સંચાલક મંડળની માંગ

saveragujarat

Leave a Comment