Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયસમાજ કલ્યાણ

પાંચ વિધાનસભાની ચૂંટણીઓ બાદ પેટ્રોલ- ડીઝલમાં ભાવ વધારાનો સિલસિલો શરૂ

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૨
પેટ્રોલ ડીઝલમાં ફરી એકવાર ભાવ વધારો ઝીંકાયો છે. વિધાનસભાની ચૂંટણીઓને પગલે રોકી રખાયેલો ભાવ વધારો આખરે જનતા પર ઝીંકી દેવાયો છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં પેટ્રોલની કિંમતમાં ૦.૭૯ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતમાં ૦.૮૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે કે, હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે. જેના પગલે હાલમાં ડીઝલ કંપનીઓને ડીઝલ ૧૧૫ રૂપિયા પ્રતિ લિટર પડે છે. જ્યારે પેટ્રોલ પણ ખુબ જ મોંઘુ પડી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તર પર ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા ઉછાળા બાદ આ સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત આ મહિને પેટ્રોલ પંપ દ્વારા વેચાતા ડિઝલની કિંમતમાં પણ ૨૦ ટકા જેટલો ઉછાળો જાેવા મળી રહ્યો છે. આ ઉપરાંત પેટ્રોલ ડીઝલ હાલમાં જથ્થાબંધ રીતે ખરીદતા વેપારીઓને તો ઉંચી કિંમતે જ વેચવામાં આવી રહ્યું છે. પરંતુ ચૂંટણીની સ્થિતિને જાેતા હાલમાં પેટ્રોલ પંપ પરથી વેચાતા પેટ્રોલ તથા ડીઝલની કિંમતમાં કોઇ વધારો કરવામાં નથી આવ્યો.

Related posts

જામનગરમાં CM ભુપેન્દ્ર પટેલ નું આગમન થયું, ધુવાવ ખાતે પહોંચી પુરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત…

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અઢી વર્ષમાં ૧૦૦ લીવર અને ૨૦૦ કિડનીનું દાન મળ્યું

saveragujarat

નડિયાદ-ખેડા બાયપાસ હાઇવે પર પાર્ક કરેલા કન્ટેનરની પાછળ બાઇક અથડાતાં ૪ યુવાનોનાં મોત

saveragujarat

Leave a Comment