Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

અમદાવાદના જીતેન્દ્રસિંહ રાજપૂત પરિવાર દ્વારા પૌત્રીના જન્મોત્સવને અવસરના રૂપમાં ઉજવ્યો

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯
આજે મોટાભાગના પરિવારોમાં પુત્રની મોહની પ્રાપ્તિમાં પુત્રીઓના જન્મોત્સવની અવગણના કરવામાં આવતાં હોવાના અનેક દાખલાઓ સમાજમાં મળી રહ્યા છે. સરકાર દ્વારા પણ પુત્રીઓના જન્મોત્સવના વધામણા કરવામાં આવે તેમજ દિકરીઓને બેટી બચાવો બેટી પઢાઓ જેવા સૂત્રો થકી આજના સમાજના દિકરી દિકરાથી કમ નથી તેના અનેક ઉદાહરણો આપવામાં આવી રહ્યા હોવા છતાં મોટાભાગના સમાજમાં પુત્રીઓના જન્મોત્સવને અવગણના થતી પણ જાેવા મળે છે. ત્યારે અમદાવાદના નિકોલ નરોડામાં રહેતા અને વર્ષોથી બેકરીના વ્યવસાય સાથે સંકળાયેલા જીતેન્દ્રસિંહ રાજપૂતને ત્યાં તેમની પૌત્રીનો જન્મોત્સવ પ્રસંગને તેઓેએ અવસરમાં પલટી સમાજમાં એક અનોખો દાખલો સમાજમાં બેસાડ્યો છે. જીતેન્દ્રસિંહ રાજપૂત તેમજ તેમના પરિવાર દ્વારા પૌત્રીના જન્મોત્સવ પ્રસંગે તમામ સમાજના સ્નેહીજનોે મિત્રવર્તુળને બોલાવી એક અવસર તરીકે ઉજવણી કરી હતી.
અમદાવાદના નિકોલ નરોડા વિસ્તારમાં પૂનમ બેકરી નામની સુપ્રસિદ્ધ વહેપારી જીતેન્દ્રસિં રાજપૂતના પુત્રના ત્યાં તેમની પૌત્રી આહાનાનો જન્મ પ્રસંગને સમાજના તમામના પરિવાજનોને તેમજ મિત્રજનોને આમંત્રિત કરી એક અનોખી ઉજવણી કરી દિકરીના જન્મોત્સવને વધાવ્યોં હતો. જીતેન્દ્રસિંહના પુત્ર અંકિત અને પૌત્રવધુને ત્યાં લક્ષ્મી સમાન પુત્રીનો જન્મ થતાં જ દાદા જીતેન્દ્રસિંહ રાજપૂત, દાદી પૂનમબેન રાજપૂત, ચાચા અંકિતેશ રાજપૂત, બુઆ અંકિતા નાના દેશરાજસિંહ રાજપૂત સહિત પરિવારજનોમાં ખુશીની લહેર સાથે પુત્રી જન્મોત્સવને ખુબ જ હર્ષોલ્લાસ સાથે વધાવ્યોં હતો. તેમજ જીતેન્દ્રસિંહ રાજપૂત તેમજ પરિવાર દ્વારા પુત્રીના જન્મ પ્રસંગને એક અવસર તરીકે ઉજવ્યોં હતો. જેમાં તમામ સમાજના આગેવાનો, રાજકિય આગેવાનો મહેમાનો, સ્નેહીજનો મિત્રમંડળ તમામ માટે સુંદર જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પુત્રી જન્મોત્સવના પાવન પ્રસંગે શ્યામસિંહ ઠાકુર- પ્રમુખ ઉત્તર ભારતીય વિકાસ પરિષદ, વિરેન્દ્રસિંહ ઠાકુર- પ્રમુખ ઉત્તર ભારતીય વિકાસ મંચ, જુંગીસિંહ ચૌહાણ- રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર ભારતીય વિકાસ મંચ કોર કમિટિ, રાજીવસિંહ ચૌહાન – મંત્રી પ્રદેશ કોંગ્રેસ કમિટી, સંગમસિંહ સૂર્યવંશી- ઉપાધ્યક્ષ ઉત્તર ભારતીય વિકાસ મંચ, ડો. સિકન્દરસિંહ – સંયોજક અન્ય ભાષા ભાષી સેલ બીજેપી, ડો. ટી.અને.સિંહ – સંયોજક ડો. સેલ બીજેપ મિત્રગણ, જિતેન્દ્રસિંહ રાજપૂત- ઉપાધ્યક્ષ ગુજરાત વેફર્સ એસોસિએશન સહિત આગેવાનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

અગ્નિપથ યોજના સ્વૈચ્છિક છે, વાંધો હોય તે ન જાેડાયઃ દિલ્હી હાઈકોર્ટ

saveragujarat

સતત પાંચમા દિવસે સેન્સેક્સમાં ૩૪૪, નિફ્ટીમાં ૭૧ પોઈન્ટનો કડાકો

saveragujarat

કેમ દર વર્ષે ભક્તોને સામે ચાલીને દર્શન આપવા જાય છે ભગવાન?

saveragujarat

Leave a Comment