Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી સાત દિવસીય વર્કશોપ સંપન્ન

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૯
અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગ અને અમેરિકાના બાળરોગ અને પેડિયાટ્રીક યુરોલોજી વિભાગના સંયુક્ત પ્રયાસે છેલ્લા ૧૪ વર્ષથી “બ્લેડર એસ્ટ્રોફી” વર્કશોપનું આયોજન કરવામાં આવે છે. કોરોનાકાળમાં ૨ વર્ષથી સ્થગિત રહેલા આ વર્કશોપ પુનઃકાર્યરત થયો છે. સાતદિવસીય ઉક્ત વર્કશોપમાં ૨૨ જેટલા બાળકોની બ્લેડર એસ્ટ્રોફી સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી છે.
જન્મજાત પેશાબની કોથળીમાં ખામી ધરાવતા બાળકોને બ્લેડર એસ્ટ્રોફી પ્રકારની બિમારી થાય છે. જેમાં પેશાબની કોથળીનું બહારની બાજુએ વિકાસ થયેલ હોય છે. આ પ્રકારની સર્જરી તબીબી જગતમાં અત્યંક જટીલ માનવામાં આવે છે. આ સર્જરી માં થાપા ના હાડકા ને તોડ્યા પછી પેશાબની થેલી અંદર મૂકવા માં આવે છે. જેમાં બાળરોગ સર્જરી , પેડિયાટ્રીક યુરોલોજી અને હાડકા ના વિભાગના સહિયારા પ્રયાસથી સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.એક બાળકની સર્જરી ૮ થી ૧૦ કલાક ચાલતી હોય છે. અમેરીકાની ચિલ્ડ્રન હોસ્પિટલ અફીલા – ડેલ્ફીયા થી આવેલ ડૉ. અશીમ શુક્લ , ડૉ. પ્રમોદ રેડ્ડી, ડૉ. અંજના કોરૂ અને બે ફેલો સહિતની ટીમ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જાેષી, ડૉ. જયશ્રી રામજી અને તેમની ટીમ, હાડકા ના નિષ્ણાંત ડોક્ટર પિયુષ મિત્તલ અને ઙ્ઘિ. વિનોદ ગૌતમ ના સહિયારા પ્રયાસથી છેલ્લા ૧૪ વર્ષથી આ પ્રકારનું વર્કશોપ યોજવામાં આવે છે.અત્યારસુધીમાં આ વર્કશોપ અંતર્ગત ૧૫૦ થી વધુ બાળકોની સફળતાપૂર્વક સર્જરી કરીને સ્વસ્થ જીવન પ્રદાન કરવામાં આવ્યું છે.

Related posts

પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી કૂવામાં નાખી દીધો

saveragujarat

ધોનીની ધમાકેદાર ઈનિંગ જોઈને કોહલીએ કહ્યું ‘કિંગ ઈઝ બેક’, સેહવાગે કહ્યું, ‘ઑમ ફિનિશાય નમ:’

saveragujarat

31 માર્ચ સુધીમાં પાન-આધાર લીંકઅપ કરાવી લેજો નહીંતર પાન ડીએક્ટીવ

saveragujarat

Leave a Comment