Savera Gujarat
Other

ઈડર પાંજરાપોળ ખાતે લીલુ ઘાસ ખાવાથી એક સાથે 116 ગાયો ને ફૂડ પોઈઝનીગ થયું.

 

પાંજરાપોળ પ્રમુખની સમયસૂચકતા થી મોટાભાગની ગાયો બચાવાઈ છે.

સવેરા ગુજરાત/ઈડર:-  સમગ્ર ઉત્તર ગુજરાતમાં ૧૦૫ વર્ષ પહેલાં સ્થાપિત થયેલી ઈડરની પાંજરાપોળમાં એકસાથે ૧૧૬ થી વધારે ગાયોના અચાનક ફૂડ પોઈઝન થી મોત થતાં અરેરાટી વ્યાપી છે ત્યારે ઈડરમાં ૧૦૫ વર્ષ જૂની મૂંગા પશુઓ માટે પાંજરાપોળ બનાવવામાં આવી છે જેમાં હાલના તબક્કે ૪૦૦૦થી વધારે ગાય ભેસ તેમજ અન્ય પશુઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી રહ્યા છે જોકે ૭૦૦ એકર જેટલી જગ્યામાં પથરાયેલા પાંજરાપોળ હાલના તબક્કે લીલો ઘાસચારો બહારથી લાવે છે ત્યારે લીલા ઘાસચારાના પગલે એક સાથે ૪૦૦ જેટલા પશુઓને થોડું
પોઈઝનિંગ થયું હતું ત્યારે સ્થાનિક ડોક્ટરે જણાવ્યું હતું કે જે પૈકી ૧૧૬ ગાયોના મોત થયા છે તેમજ અન્યને બચાવી લેવાયા છે જોકે આટલી મોટી સંખ્યામાં ગાયોના મોત થયાનું સાચો આંકડો પાંજરાપોળમાં ફરજ બજાવતા ડોક્ટરે આપ્યો હતો ડોક્ટર ના મત અનુસાર અંદાજિત ૪૦૦ થી વધારે પશુઓને ફૂડ પોઈઝનિંગની અસર થતાં તમામને તાત્કાલિક ધોરણે સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો જોકે સારવાર તમામને અપાય તે પહેલા ૧૧૬ જેટલી ગાયોના મોત થયા હતા તેમજ તમામ ગાયોને ચાર જેટલી ટ્રેકટરની ટ્રોલી દ્વારા જે.સી.બી થી ૨૦ ફૂટ ઊંડો ખાડો કરી તમામને દફનાવી દેવાયા છે.

આ મામલે પાંજરાપોળ સંસ્થાના પ્રમુખ શું કહે છે

ઈડર પાંજરાપોળ સંસ્થાના પ્રમુખના જણાવ્યા મુજબ પશુઓએ લીલુ ઘાસ ખાધા બાદ તેમનુ પેટ ફૂલી જતા આફરો ચડ્યો હતો ત્યારબાદ તેની જાણ પાંજરાપોળના ડોકટરને થતાં પશુ ચિકિત્સક દ્વારા બીમાર પશુઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી જયારે પાંજરાપોળના પશુ ચિકિત્સક સાથે સરકારી પશુ દવાખાનાના ચિકિત્સકની ટીમ પણ સારવારમા જોતરાઈ હતી

Related posts

જિનપિંગના ઈરાદા એકદમ સાફ, યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન

saveragujarat

મણિનગરમાં વેદરત્ન આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજના ૪૩ મા પીઠાર્પણ પર્વની ઉજવણી કરાઈ

saveragujarat

જમીન રેકોર્ડ-ટ્રાન્સફર એન્ટ્રીમાં ઇ-ધરા કેન્દ્રોમાં વ્યાપક ગેરરીતિ : અધિકારીઓ સામે આકરા પગલાની ચેતવણી

saveragujarat

Leave a Comment