Savera Gujarat
Other

15 હજારની લાંચ લેવી મહિલા મામલતદારને ભારે પડી, નોકરી પણ ગુમાવી અને ચાર વર્ષની સખત કેદની સજા

સવેરા ગુજરાત/મહેમદાવાદ :-  મહિલા મામલતદારને ચાર વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. લાંચ કેસમાં નડિયાદની સ્પેશ્યલ કોર્ટ દ્વારા મહિલા મામલતદારને સજા ફટકારવામાં આવી હતી. વર્ષ 2013માં લાંચ માંગવાના કેસમાં નડીયાદ કોર્ટ દ્વારા મહેમદાવાદના તત્કાલીન મામલતદાર તેમજ કોમ્પ્યુટર ઓપરેટરને સજાનો હુકમ કોર્ટ દ્વારા ફટકારવામાં આવ્યો હતો. તત્કાલીન મામલતદાર કાનન શાહ તેમજ કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજાનો હુકમ કોર્ટ કર્યો છે.

મામલતદાર કાનન શાહને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. કોમ્પ્યુટર ઓપરેટર સમીરખાન પઠાણને ચાર વર્ષની સખત કેદની સજા અને રૂ.15 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. વર્ષ 2013 માં જમીનની કાચી નોંધમાંથી પાકી નોંધ કરવા રૂ.15 હજારની લાંચની માંગણી કરી હતી. ખેડા એસીબીના છટકામાં લાંચની માંગણી વોઈસ રેકોર્ડરમાં રેકોર્ડ થઈ જતા બંને વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. નડીયાદ કોર્ટ દ્વારા દાખલો બેસાડતો સજાનો હુકમ કરાયો હતો.

મામલદાર કાનન ઉષાકાંત શાહ સહિત કોમ્યુટર ઓપરેટર સમીર પઠાણને ચાર વર્ષની સજા થઇ છે. 2013 વર્ષ માં મહેમદાવાદના ફરિયાદી પાસે જમીન કાચી નોંધમાંથી પાકી નોંધ કરવામાં માટે રૂપિયા 15 હજારની લાંચ માંગી હતી. એ.સી.બીના કેસમાં બે આરોપીઓને ચાર વર્ષની સજા નડિયાદ સ્પેશિયલ કોર્ટે ફટકારી હતી. અત્રે નોંધનીય છે કે, મામલતદાર જેવું પદ મહિલાએ માત્ર 15 હજારની લાંચની લાલચે ગુમાવવાનો વારો આવ્યો હતો.

 

Related posts

સિવિલ હોસ્પિટલ ‘અંગદાન મહાયજ્ઞ’ – 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

saveragujarat

રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીનું રાષ્ટ્રને સમર્પણ અને પ્રથમ પદાવીદાન સમારોહ કાર્યક્રમ યોજાયો.

saveragujarat

પાકિસ્તાનમાં હિન્દુ સગીરાની હત્યા ઃ સગીરાના તાબે ન થતાં માથામાં ગોળી મારી હત્યાં

saveragujarat

Leave a Comment