Savera Gujarat
Other

શક્તિપીઠ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત 10 કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી સંસ્કૃત પાઠશાળા બનશે.જિલ્લા કલેક્ટરનો નિર્ણય.

સવેરા ગુજરાત:-  ધર્મનગરી શક્તિપીઠ અંબાજી ખાતે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંચાલિત સંસ્કૃત પાઠશાળા બનશે 10 કરોડના ખર્ચે આધુનિક સુવિધા વાળી,જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.ધર્મ નગરી શક્તિપીઠ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે આવતાં વિદ્યાર્થીઓને હવે આધુનિક સુવિધા મળશે સંસ્કૃતનું જ્ઞાન પીરસવા શક્તિપીઠ અંબાજીમાં 10 કરોડના ખર્ચે અદ્યતન પાઠશાળા બનાવામાં આવેશે 200 થી વધુ વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા મળશે બનાસકાંઠા વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે વૈદિક અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સહીતની વિદ્યાપ્રાપ્ત કરવા માટે આવતાં હોય છે અને વૈદિક તેમજ શાસ્ત્રોક્ત વિધિ સાથે યજ્ઞ સહિતની તાલીમ આપવામાં આવે છે અંદાજિત 10 કરોડથી વધુના ખર્ચે બનનાર બિલ્ડીંગમાં આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે વર્ષો જુની બિલ્ડીંગ જર્જરિત થઈ જતાં તે બિલ્ડીંગને તોડી અને તે જ સ્થળે આશરે રૂપિયા 10 કરોડના ખર્ચે અદ્યતન પાઠશાળા બનાવવા માટે જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓએ હાલમાં જે હાલાકી પડે છે તેમાં રાહત મળશે

Related posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૨ મુ અંગદાન

saveragujarat

કોંગ્રેસથી છેડો ફાડતા જયરાજસિંહે પોતાની વેદના કરી જાહેર.

saveragujarat

અંબાજી ખાતે મજુર કલ્યાણ ટ્રસ્ટ સિધ્ધપુર સંચાલિત આદિવાસી આશ્રમશાળામા આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

saveragujarat

Leave a Comment