Savera Gujarat
Other

બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજવા મુદ્દે સૌથી મોટા સમાચાર આગામી 15 થી 20 દીવસમા પરીક્ષની તારીખ થશે જાહેર.

સવેરા ગુજરાત/અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે લેવાનારી બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની યોજાનારી પરીક્ષા ત્રીજી વાર મોકૂફ રાખવામાં આવી છે. આ પરીક્ષાની નવી તારીખ 15-20 દિવસમાં જાહેર થશે અને બે મહિનામાં પરીક્ષા લેવાશે એવું સરકારનાં સૂત્રોએ જણવા મળી રહ્યું છે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે બુધવારે મોડી સાંજે સત્તાવાર જાહેરાત કરી હતી કે, વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે આગામી દિવસોમાં ફરી વાર પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે એવું કહેવાયું હતું પણ ક્યારે લેવાશે એ નક્કી નથી. ગુરૂવારે સરકારનાં સૂત્રોએ કહ્યું હતું કે, વહીવટી કારણોસર મોકૂફ રખાયેલી આ પરીક્ષાની નવી તારીખની 15-20 દિવસમાં જાહેરાત કરી દેવામા આવશે.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી 10 લાખ પરીક્ષાર્થી નિરાશ છે. આ નિર્ણયથી પરીક્ષાર્થીઓમાં ભારે  આક્રોશની લાગણી જોવા મળી રહી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની પરિક્ષા  અગાઉ પણ રદ કરવામાં આવી હતી. ત્યારે ફરી વિધ્યાર્થીઓને શાંત્વના મળે તેવા સમાચર પ્રાપ્ત થઈ રહ્યાં છે , આગામી બે મહિના મા આ એક્ષમ લેવાઈ જશે તેવુ સરકારના સુત્રો જણાવી રહ્યાં છે.

Related posts

૪ વર્ષની બાળકીનું અપહરણ કરનાર સાળો-બનેવી ઝડપાયા

saveragujarat

ભારતનું અનોખું રેલવે સ્ટેશન જેનું કોઈ નામ નથી

saveragujarat

GSSSB, Exam:- બિનસચિવાલય કારકૂન અને ઓફિસ આસિટન્ટની પરીક્ષા મોકૂફ અંગેની અગત્યની સુચના જાહેર.

saveragujarat

Leave a Comment