Savera Gujarat
Other

ઇડર માં ધોરણ 1 થી 9 નુ શિક્ષણ શરૂ , સ્કુલો મા વિધ્યાર્થીઓનો કલરવ સમ્ભળાવા લાગ્યો.

સવેરા ગુજરાત:-  ગુજરાત સરકારની ગાઇડ લાઈન પ્રમાણે ધોરણ ૧ થી ૯ ની સ્કુલો ચાલુ થઈ રહી છે ત્યારે ઇડર ની સરપ્રતાપ હાઈસ્કુલ દ્વારા કોરોનામાં બાળકોને માસ્ક આપવામા આવેલ જયારે શાળા ના વિદ્યાર્થીઓ નું વેક્સીનેસ પણ કરવામાં આવેલ હતું. સાથે સોશીયલ ડિસ્ટન્સ રાખીને વિદ્યાર્થીઓ ને બેસાડવામાં આવેલા હતા. જયારે શાળા ના આચાર્ય પિયુષભાઈ દવે ના માર્ગદર્શન હેઠળ શાળા ના તમામ વર્ગો ને સેનીટાઈઝીગ પણ કરવામા આવેલ હતું. અને તમામ વિદ્યાર્થીઓ ને માસ્ક, હાથ સેનેટાઈજીંગ અને સોશીયલ ડિસ્ટન્સ રાખવાની સુચના શાળાના આચાર્ય દ્વારા વિધાર્થીઓને આપવામા આવી હતી.
રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને લઈને રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતમાં છેલ્લા એક મહિનાથી ઓફલાઈન વર્ગો બંધ કરી ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું .જ્યારે ફરી ગુજરાત સરકારના આદેશ મુજબ ૧ થી ૯ ધોરણ ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇડર સર પ્રતાપ હાઈસ્કુલ માં પણ કોરોના ની ગાઈડલાઈન મુજબ એક થી નવ ધોરણ ના વર્ગો શરૂ કરવા માં આવ્યા છે ઓફલાઇન વર્ગો શરૂ થતા સ્કૂલના પહેલાં દિવસે વિધાર્થીઓ ની સંખ્યા પણ ઓછી જોવા મળી હતી.

ઈડરથી રાકેશ નાયકનો અહેવાલ

Related posts

ત્રિપુરાના મુખ્યમંત્રી વિપ્લવ દેવે રાજીનામું આપ્યું, ડો.માનિક સહા નવા CM બન્યા

saveragujarat

હાલ હું કોંગ્રેસમાં જ છું પણ પક્ષમાં રહું તે મોવડી મંડળે નિશ્ચિત કરવાનું રહેશે

saveragujarat

અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશનની કાયાપલટ કરવાનો ર્નિણય લેવાયો

saveragujarat

Leave a Comment