Savera Gujarat
Other

બડોલી ગામે ચોર સમજી પકડેલ યુવક અસ્થિર મગજનો નીકળ્યો.

સવેરા ગુજરાત:-  બડોલી ગામે શનિવાર ની રાત્રે શુકન પેટ્રોલ પંપ ખાતે ચોરી થયાના સમાચાર વાયુવેગે ફેલાયા હતા સ્થાનિકો મા ચોરોનો ભય સતાવી રહ્યો છે અને અવારનવાર બાઈક ચોરીના બનાવો બનતા રહે છે .જેને લઇ ગ્રામજનોમાં ચોરી નો ડર વર્તાઇ રહ્યો છે. ત્યારે મંગળવાર ની વહેલી સવારે દૂધ ડેરી પર ચઢી ગયેલ એક યુવક ને લોકોએ ચોર સમજી પકડી લીધો હતો.
ચોર પકડાયા ના સમાચાર મળતાજ મોટી સંખ્યામાં લોકોના ટોળા રોશ સાથે જોવા ઉમટ્યા હતા.અને યુવકને એક ઘર આગળ બાંધી પોલીસ ને જાણ કરવામાં આવી હતી.સવારે 6 કલાકે જાણ કરાવ્યા બાદ પણ પોલીસ 8.30 વાગ્યે અઢી કલાક લેટ આવી હતી.જે બાબતે હાજર લોકો પોલીસ જલ્દી ન આવતા રોશે ભરાયા હતા.

પોલીસે આવી યુવકને ઇડર પોલીસ મથકે લઈ જઈ પૂછતાછ કરી હતી.

પોલીસ સૂત્રો થી મળતી માહિતી મુજબ પકડાયેલ યુવક ડુંગરપુર ના રામગઢ ગામનો વિકી પ્રકાશ નિનામાં હોવાનું જાણવા મળ્યું છે. તદઊપરાંત અસ્થિર મગજનો હોઈ ઘરે પણ બાંધી રાખવામાં આવતો હતો.પરંતુ ઘરેથી નીકળી જઇ ચાલતો ચાલતો અંબાજી જવા નીકળ્યો હતો. ઠંડી લાગવાથી દૂધ ડેરી પર ચડી ગયો હતો. ઘરે તેની માતા છે. જેને પોલીસે જાણ કરી ઇડર પોલીસ મથકે બોલાવ્યા હતા.

સોશ્યલ મીડિયાના માધ્યમ દ્વારા બડોલી ગામે ચોર પકડાયા અને ચોરગેંગ ઉતરી પડયાના સમાચાર અફવા સાબિત થઈ છે.

સવેરા ગુજરાત ઇડર રાકેશ નાયક

Related posts

ભારતમાં દવાઓના વેચાણમાં થતાં ગોરખધંધા હવે નહીં ચાલે

saveragujarat

ઠક્કરનગર, બાપુનગર અને નિકોલ બેઠક પર પાટીદારોની નારાજગી ભાજપને નડશે ?

saveragujarat

કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment