Savera Gujarat
Other

વડોદરાની રેલ-પરિવહન સંસ્થા હવે ભારતીય ગતિ શકિત વિશ્વ વિદ્યાલય બની જશે

નવી દિલ્હી તા.1
કેન્દ્ર સરકાર ગુજરાતના વડોદરા સ્થિત રાષ્ટ્રીય રેલ તેમજ પરિવહન સંસ્થાન (એનઆરટીઆઈ) નું નામ બદલીને ભારતીય ગતિ શકિત વિશ્વ વિદ્યાલય (બીજીએસવી) કરવા જઈ રહી છે. આ સાથે જ તેને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો દરજજો આપવામાં આવશે.આજથી શરૂ થઈ રહેલા બજેટ સત્રમાં સરકાર બીજીએસવી વિધેયક રજુ કરવા જઈ રહી છે.

આ નિર્ણયથી રેલ અને સડક પરિવહન ક્ષેત્ર સંબંધી ડીગ્રીઓનું મહત્વ દેશ-વિદેશમાં વધી જશે તેનો સીધો ફાયદો લાખો છાત્ર-છાત્રાઓને થશે. રેલ અધિકારીઓએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાને 2018 માં વડોદરામાં વિેશ્વ વિદ્યાલય તરીકે સ્થાપિત કરવામાં આવી હતી તેનું લક્ષ્ય રેલ-રોડ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ તેમજ સંશોધન કાર્યોને પ્રોત્સાહન આપવાનું છે. એનઆરટીઆઈને કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયનો દરજજો મળવાથી છાત્રોને છાત્ર-છાત્રાઓને ફાયદો થશે. કેન્દ્ર પાસેથી નાણાંકીય મદદ મળવાથી ભવિષ્યમાં પાઠયક્રમો અને સંશોધનમાં વિસ્તાર કરવામાં આવશે.

હાલમાં તે અલગ અલગ બેક ગ્રાઉન્ડના શિક્ષણવિદો વૈજ્ઞાનિકો અને એન્જીનીયરોને એક સાથે લાવી રહ્યું છે તેના શૈક્ષણીક અને ઉદ્યોગ ભાગીદારી અને સહયોગનો લાભ ઉઠાવવાની યોજના બનાવાઈ રહી છે. તે રેલવે પ્રતિષ્ઠાનોમાં પરિયોજના આધારીત શિક્ષણ પ્રદાન કરે છે તે છાત્ર સમુદાયની સાથે સાથે ફેકલ્ટી વિકાસની પહેલ માટે એક અનુભવાત્મક શિક્ષણ પ્રયોગ શાળા તરીકે કામ કરશે. જેનાથી એક ઉચ્ચ અનુભવ અને પ્રયોગ આધારીત શિક્ષણ દ્રષ્ટિ કોણના માધ્યમથી વિશ્વ વિદ્યાલય માટે એક અલગ ચરિત્ર નિર્માણ થશે.

Related posts

માનસિક બીમારીની સારવાર માં ઘણી બધી રીતો નો સમાવેશ થતો હોય છે માનસિક બીમારી ધરાવતા દર્દીઓ ને પોતાના મૂળ જીવન માં પરત લાવવા માટે પ્રવાસ, તહેવાર ઉજવણી, કરવાથી તેવો ઉત્સાહ, આત્મવિશ્વાસ, અને જીવન પ્રત્યે હકારાત્મક અભિગમ

saveragujarat

મોડાસાના મોતીપુરાની પ્રાથમિક શાળાના શિક્ષકે અલગ પ્રકારનું સંશોધન કર્યું

saveragujarat

દિલ્હી દારૂ નીતિમાં અરવિંદ કેજરીવાલને સીબીઆઈનું તેડું

saveragujarat

Leave a Comment