Savera Gujarat
Other

અમદાવાદની સાલ હોસ્પિટલના ચેરમેનના ઘરે આઇટીનું સર્ચ ઓપરેશન હાથ ધરાયું

અમદાવાદ  માં સાલ હૉસ્પિટલના ચેરમેનના ઘરે આવકવેરા વિભાગના દરોડા (IT raid) પડ્યા છે. સાલ હૉસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે IT નું સર્ચ ચાલી રહ્યું છે. આજે સવારે છ વાગ્યાથી રાજેન્દ્ર શાહના ઘરે થઈ તપાસ રહી છે. અહીં મુંબઈ આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી છે. જો કે ચોંકાવનારી વાત એ છે કે,ગુજરાતમાં તપાસ ચાલી રહી છે ત્યારે પહેલીવાર IT ની ટીમમાં ગુજરાતનો કોઈ અધિકારી સામેલ નથી.

મુંબઈ આવકવેરા વિભાગની ટીમ દ્વારા સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસે દરોડા પાડવામાં આવ્યા છે. સુરધારા સર્કલ નજીક આવેલા મણીચંદ્ર સોસાયટી વિભાગ 5 માં આવેલા નિવાસસ્થાને દરોડા પાડવા આવેલી ટીમ ત્રાટકી છે. સાલ હોસ્પિટલના ચેરમેન રાજેન્દ્ર શાહના નિવાસ્થાનથી 1 કિમીના અંતરે તેમની સાલ હોસ્પિટલ આવેલી છે. જોકે, આશ્ચર્યની વાત તો એ છે કે, સમગ્ર દરોડાની કામગીરીથી ગુજરાત આવક વિભાગવેરાની ટીમને બાકાત રાખીને કરવામા આવી છે. વહેલી સવારે થયેલી રેડ બાદ હજુ પણ તપાસ ચાલુ છે. હાલ રાજેન્દ્ર શાહ સહિત સમગ્ર પરિવાજનો નિવાસમાં ઉપસ્થિત છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે. દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે. આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે.

તો બીજી તરફ, ગઈકાલે અમદાવાદ આઈટી વિભાગની કાર્યવાહીમાં અમદાવાદના જાણીતા રત્નમણિ જૂથના 500 કરોડના બિનહિસાબી વ્યવહાર પકડાયા છે. આઈટીની ટીમે 8.30 કરોડના દાગીના, 1.80 રોકડા જપ્ત કર્યા છે. ઈન્કમટેક્સે જૂથની અમદાવાદ અને મંબઇમાં મળી 30થી વધુ જગ્યાએ એક સામટા દરોડા પાડ્યા હતા. રત્નમણિ ઉપરાંત મોનાર્ક નેટવર્ક અને એસ્ટ્રલ પાઇપ્સ સાથે સંકળાયેલી કંપનીઓ પર પણ દરોડા પડ્યા હતા.

Related posts

ગાંધીનગરના આંગણે રાજસ્થાન યુવા મંચ અને શ્રી પ્રતાપ સેના ફાગ મહોત્સવ ઉજવાયો

saveragujarat

ગુજરાત ભરમાં કોવિડ-19 વેક્સિનેશન અન્વયે ૧ર થી ૧૪ વર્ષની વયના ર૨ લાખથી વધુ બાળકોનું રસીકરણ શરૂ

saveragujarat

તવાંગમાં દેશનો એક પણ સૈનિક શહીદ થયો નથીઃ રાજનાથ સિંહની સ્પષ્ટતા

saveragujarat

Leave a Comment