Savera Gujarat
Other

CDS બિપિન રાવત જે હેલિકોપ્ટરમાં સવાર હતા તેના ભૂક્કા બોલાઈ ગયા,

તમિલનાડુના નીલગિરિ જિલ્લાના કુન્નૂરમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ભારતીય વાયુસેનાનું એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું. હેલિકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત એનાના અનેક વરિષ્ઠ અધિકારીઓ હતા અને એક કાર્યક્રમમાં ભાગ લેવા જઈ રહ્યા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી. મળતી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં બિપિન રાવતના પરિવારના સભ્યો પણ હતા. અકસ્માત બાદ ત્રણ લોકોને રેસ્ક્યૂ કરાયા છે. ખરાબ હવામાનના કારણે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ મળી આવ્યા છે. સૂત્ર પાસેથી મળેલી માહિતી મુજબ બિપિન રાવતને હોસ્પિટલ લઈ જવાયા છે. હેલિકોપ્ટર સુલુરથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ એમએમ નરવણે સીડીએસ બિપિન રાવતના ઘરે પહોંચ્યા છે. આર્મી ચીફે સીડીએસ રાવતના પરિવારજનો સાથે મુલાકાત કરી છે. થોડીવાર પહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ બિપિન રાવતના ઘરની મુલાકાત લીધી હતી. સીડીએસ બિપિન રાવત સવાર હતા તે હેલીકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. દિલ્હીમાં કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સતત બેઠકો યોજીને માહિતી મેળવી રહ્યાં છે. હવે માહિતી મળી રહી છે કે સરકાર સંસદમાં આવતીકાલે એટલે કે ગુરૂવારે માહિતી આપશે. સૂત્ર તરફથી આ માહિતી મળી છે.કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ હેલીકોપ્ટર દુર્ઘટના બાદ સીડીએસ બિપિન રાવતના ઘરે પહોંચ્યા હતા. રક્ષામંત્રીએ દિલ્હીમાં સ્થિત સરકારી આવાસ પર પહોંચ્યા હતા. બિપિન રાવતના ઘર પર તેમની પુત્રી હાજર હતી. પાંચ મિનિટની મુલાકાત બાદ રાજનાથ સિંહ રવાના થઈ ગયા હતા. ભારતીય વાયુસેનાએ ટ્વીટ દ્વારા જણાવ્યું કે IAF Mi-17V5 હેલિકોપ્ટર કે જેમા CDS જનરલ બિપિન રાવત પણ સવાર હતા તેનો તામિલનાડુના કુન્નૂર નજીક અકસ્માત થયો. અકસ્માતનું કારણ જાણવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મળેલી વિગતો મુજબ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા અને એક સિનિયર અધિકારી હતા. અકસ્માત બાદ ત્રણ લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. જો કે કોને કોને બચાવવામાં આવ્યા છે તે અંગે હજુ વિગતો મળી નથી. ક્રેશ થયા બાદ હેલિકોપ્ટરમાં આગ લાગી ગઈ અને સમગ્ર વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા છવાઈ ગયા. હેલિકોપ્ટર જે વિસ્તારમાં તૂટી પડ્યું તે જંગલ વિસ્તાર છે. જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે. તમિલનાડુના કુન્નૂરમાં બુધવારે સવારે ભારતીય વાયુસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયું છે. આ હેલીકોપ્ટરમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત, તેમના પત્ની અને બાકી સ્ટાફ હાજર હતો. જે જગ્યાએ આ હેલીકોપ્ટર ક્રેશ થયું છે, ત્યાં આસપાસ જંગલ છે. આ કારણ છે કે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. આ હેલીકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા રાવત, બ્રિગેડિયર એલએસ લિડ્ડર, લેફ્ટિનેન્ટ કર્નલ હરજિંદર સિંહ, નાયક ગુરસેવક સિંહ, નાયક જિતેન્દ્ર કુમાર, લાન્સ નાયક વિવેક કુમાર, બી સાઈ તેજા અને હવલદાર સતપાલ સામેલ હતા. જાણકારી પ્રમાણે સીડીએસ બિપિન રાવત દિલ્હીથી સુલૂર સુધીની સફર કરી રહ્યા હતા. ત્યાં તમિલનાડુા વેલિંગ્ટનમાં સીડીએસ બિપિન રાવત એક કાર્યક્રમમાં સામેલ થવાનું હતું. સીડીએસ બિપિન રાવતે વેલિંગ્ટનની આર્મી કોલેજમાં લેક્ચર આપવાનો હતો. સુલૂરથી કુન્નૂર પહોંચેલું આ વિમાન ક્રેશ થઈ ગયું, જ્યાં પર ક્રેશ થયું તે જંગલનો વિસ્તાર છે.

Related posts

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આગામી રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટ ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી.

saveragujarat

નૂપુર શર્મા હતી રશિયામાં પકડાયેલા આઇએસના આત્મઘાતી હુમલાખોરની ટાર્ગેટ

saveragujarat

ભગાડી જનારા આરોપીને ૧૦ વર્ષની જેલની સજા થઈ

saveragujarat

Leave a Comment