Savera Gujarat
Other

ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશનના મંત્ર સાર્થક : શિક્ષણ વિભાગની ૩૯૭ લાખની ખાદી ખરીદી

આઝાદીના અમુત મહોત્સવની ઉજવણીના ભાગ રૂપે ખાદી ફોર નેશન-ખાદી ફોર ફેશન ના મંત્રને ચરિતાર્થ કરવા શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રાજ્યના વણાટકામ ક્ષેત્રે કાર્યરત જરૂરિયાતમંદ લોકોને રોજગારી મળી રહે, તેમજ આત્મનિર્ભર ભારત અભિયાનના ભાગ સ્વરૂપે સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે સૌ પ્રેરિત થાય અને ખાદી ખરીદી માટે લોકો પ્રાત્સાહિત થાય તેવા ઉમદા હેતુથી તા. 25/10/2021ના રોજ શિક્ષણ વિભાગના કર્મીઓને સામૂહિક ખાદી ખરીદવા તથા પહેરવા માટે આહવાન કર્યુ હતુ આ આહવાનને સૌ એ ઉપાડી લઈ રૂપિયા 397.4 લાખનું 1.17 લાખ મીટર ખાદી ખરીદીને વણાટ કામના કારીગરોને પ્રાત્સાહિત કર્યા છે.

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી,રાજય શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રી કીર્તિસિંહ વાઘેલા દ્વારા આ અભિયાનને સફળ બનાવવા બદલ સૌને અભિનંદન પાઠવવા મા આવ્યા છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક/માધ્યમિક, અને ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ સાથે સંકળાયેલ કુલ 67,610 સહભાગી અધિકારીઓ/ કર્મચારીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ હસ્તકના કચેરીઓમાં ફરજ બજાવતા આચાર્યો, પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને બિન શૈક્ષણિક કર્મચારીઓને વ્યક્તિગત/સામૂહિક રીતે કુલ રૂ. 397.4 લાખનું 1.17 લાખ મીટર ખાદી ખરીદી આ અભિયાનમાં ગાંધી જયંતિથી આજ દિન સુધી સૌ સ્વેચ્છાએ બહોળી સંખ્યામાં સહભાગી થયા છે.આ અભિયાન આવનાર સમયમાં પણ સક્રિય પણે ચાલુ રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે,આ અભિયાન હેઠળ શિક્ષણ મંત્રી અને અન્ય મંત્રીશ્રીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ના કર્મચારી ઓ ઉપરાંત અગ્રસચિવ શિક્ષણ વિભાગ,સચિવ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ અંર્તગત ના ઉચ્ચ અધિકારીઓ તેમજ તેઓના કાર્યાલય હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા ખાદી પહેરી અભિયાન ને સફળ બનાવતા અન્ય સહભાગીઓના ઉત્સાહ માં વધારો કરવાનો પ્રયાસ કરાયો છે.

Related posts

પાસપોર્ટ દ્વારા અમેરિકામાં ઘૂસણખોરી કરાવાતી વધુ એક ટોળકીનો થયો પર્દાફશ,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચાર આરોપીઓની કરી અટકાયત.

saveragujarat

ભગવાન કૃષ્ણનું હૃદય હજુ જગન્નાથજીની મૂર્તિમાં ધબકે છે

saveragujarat

કોંગ્રેસ અને ભાજપના નેતાઓની આગામી પેઢી ૨૦ વર્ષ પછી ટકરાશે

saveragujarat

Leave a Comment