Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

WHO એ વિશ્વમાં મેલેરિયાની પ્રથમ વેક્સિન RTS,S/AS01 ને આપી મંજૂરી…

વિશ્વમાં મેલેરિયાની પ્રથમ વેક્સિન RTS,S/AS01ને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ મંજૂરી આપી છે. મેલેરિયાથી સૌથી વધુ પ્રભાવિત આફ્રિકાના દેશોમાંથી રસીકરણનો પ્રારંભ થશે. આ પછી WHO વિશ્વભરમાં મેલેરિયા વેક્સિનના ઉત્પાદન માટે ભંડોળ એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે, જેથી જરૂરિયાત ધરાવતા દેશોમાં વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય.

આ પછી સંબંધિત દેશોની સરકારે મેલેરિયાને અંકુશમાં લેવાના ઉપાય તરીકે વેક્સિનને સામેલ કરવાનો નિર્ણય કરશે. WHOએ જણાવ્યું હતું કે મેલેરિયાના સૌથી અસરગ્રસ્ત દેશો માટે આ વેક્સિન એક આશા લઈને આવી છે. પાંચ વર્ષ સુધીના બાળકોને આ બિમારીનું સૌથી મોટું જોખમ હોય છે. દર બે મિનિટમાં એક બાળકનું મોત મેલેરિયાથી થાય છે.

2019માં મેલેરિયાથી દુનિયામાં 4.09 લાખ લોકોના મોત થયા હતા. આમાંથી 67 ટકા એટલે કે 2.74 લાખ બાળકો હતા. જેમની ઉંમર પાંચ વર્ષથી ઓછી હતી. ભારતમાં 2019માં મેલેરિયાના આશરે 3.38 લાખ કેસ નોંધાયા હતા અને તેમાંથી 77 લોકોના મોત થયા હતા. છેલ્લાં પાંચ વર્ષમાં ભારતમાં મેલેરિયાથી સૌથી વધુ મોત 2015માં થયા હતા. આ વર્ષે કુલ 384 લોકોના મોત થયા હતા. જોકે આ પછીથી તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

મેલેરિયાની આ વેક્સિનનો ઉપયોગ 2019માં ઘાના, કેન્યા અને મલાવીમાં 2019માં પ્રાયોગિક ધોરણે ચાલુ થયો હતો અને 23 લાખ બાળકોને વેક્સિન આપવામાં આવી હતી. આ પ્રયોગ બાદ વિશ્વ આરોગ્ય સંગઠનને આ વેક્સિનને મંજૂરી આપી છે. આ વેક્સિન 1987માં જીએસકે કંપનીએ બનાવી હતી.

Related posts

અંજારની ૧૭ વર્ષીય મૂકબધિર છોકરીના ગર્ભપાતની હાઈકોર્ટે આપી મંજૂરી

saveragujarat

અનિલ અંબાણીની કંપનીમાં ફસાયા છે બેંકોના ૨૪,૦૦૦ કરોડ

saveragujarat

21 નવેમ્બર 2023નાં રોજ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા !અમદાવાદ ખાતે ‘ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023’નું ઉદઘાટન કરશે

saveragujarat

Leave a Comment