Savera Gujarat
તાજા સમાચારભારત

શ્રધ્ધાળુઓ માટે રાહતના સમાચાર, હવે થી ચારધામ યાત્રા પર કોઈપણ જઈ શકશે સરકારે લિમિટ હટાવી દીધી…

હવે જ્યારે કોરોનાની બીજી લહેર નું જોખમ ઓછું થઈ ગયું છે, હવે ગમે તેટલા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભક્તોની સંખ્યા પરનો નિયંત્રણ હટાવવાનો આદેશ આપ્યો છે.

અગાઉ, હાઇકોર્ટે ત્રણ સપ્તાહ પહેલા ચાર ધામ યાત્રાને શરત સાથે મંજૂરી આપી હતી, જેમાં કહ્યું હતું કે માત્ર 800 શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શન કરી શકશે, બદ્રીનાથમાં 1,000, ગંગોત્રીમાં 600 અને જન્મોત્રીમાં 400 એક દિવસમાં દર્શન માટે જઈ શકશે.
જોકે, તે પછી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં આવી રહ્યા હતા અને વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો હતો . ભક્તોને પણ તંત્ર દ્વારા પાછા મોકલવા પડતા હતા. જેના પગલે સરકારે વધુ ભક્તોને દર્શન કરવાની મંજૂરી આપવા કોર્ટને અપીલ કરી હતી.

જો કે, કોર્ટે હવે તમામ નિયંત્રણો હટાવી લીધા છે અને ચાર ધામમાં મેડિકલ સુવિધા પણ જાળવવી પડશે. જો કે, ભક્તોએ આ યાત્રા કરવા માટે કોરોના રસીના બંને ડોઝ લીધા હોવાનું સર્ટિફિકેટ રાખવું પડશે. સફર દરમિયાન કોરોનાને નેગેટિવ રિપોર્ટ બતાવવાની જરૂર રહેશે નહીં.

કોર્ટના આદેશથી રાજ્યના વેપારીઓને પણ રાહત મળશે. કારણ કે તેનો ધંધો પણ બે વર્ષથી બંધ થઈ ગયો હતો.

 

Related posts

ત્રણ દિવસ સુધી ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ

saveragujarat

ગુજરાતના રાજ્યપાલ અને લેડી ગવર્નરએ સાથે મળીને ગુજરાત વિદ્યાપીઠ પરિસરમાં મોટાપાયે સફાઈ કાર્યને પૂર્ણ કર્યું.

saveragujarat

ગુજરાત એસ.ટી નિગમની અતિઆધુનિક “Double Decker AC Electric Bus”નું ગિફ્ટ સિટીથી લોન્ચિંગ

saveragujarat

Leave a Comment