Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહએ ભાજપ કોંગ્રેસ ને લઈ કરી આ મોટી આ જાહેરાત…

પંજાબના મુખ્યમંત્રીના રાજીનામા બાદ આખરે ભાજપમાં જોડાવાની અફવાઓનો અંત આવ્યો છે. કેપ્ટન અમરિંદર સિંહે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ભાજપમાં જોડાશે નહીં.

એક ખાનગી ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં અમરિંદર સિંહે કહ્યું કે અપમાન સહન ન થતાં તેઓ જલ્દીથી કોંગ્રેસ છોડી છોડવાના છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથેની મુલાકાતના એક દિવસ બાદ કેપ્ટને એક ખાનગી ન્યૂઝ ચેનલને કહ્યું, “હું હજુ પણ કોંગ્રેસમાં છું, પણ હું લાંબા સમય સુધી કોંગ્રેસમાં રહીશ નહીં. હું આ પ્રકારની અપમાનજનક વર્તણૂક સહન કરી શકતો નથી.” 50 વર્ષ પછી મારી પ્રામાણિકતા પર સવાલ ઉઠી રહ્યા છે, જે અસહ્ય છે.

સવારે 10:30 વાગ્યે, કોંગ્રેસ અધ્યક્ષ કહે છે, “તમે રાજીનામું આપો.” મેં કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં અને સાંજે 4 વાગ્યે હું રાજ્યપાલને મળવા પહોંચ્યો અને રાજીનામું આપ્યું. જો તમને શંકા હોય અને મારા પર ભરોસો ન હોય, તો મારા માટે પાર્ટીમાં રહેવાનો શું અર્થ છે?

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોની અને કમલનાથ અમરિંદર સિંહને મનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે કેપ્ટન મંગળવારથી દિલ્હીમાં હોવા છતાં મળવા માટે નથી ગયા. એટલું જ નહીં, તેઓ અમિત શાહ અને આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલને મળ્યા છે.

Related posts

VGGTS2024: આરએએફ દ્વારા આયોજિત પ્રદર્શન બન્યું આકર્ષણનું કેન્દ્ર

saveragujarat

જય જય ગરવી ગુજરાત: ૭૫મા ગણતંત્ર દિવસે કર્તવ્ય પથ પર પ્રસ્તુત થયેલી ગુજરાતની ઝાંખી બીજા વર્ષે પણ દેશની જનતાની પ્રથમ પસંદગી બની

saveragujarat

અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ઔરંગાબાદથી બે વાઘણ લાવવામાં આવી

saveragujarat

Leave a Comment