Savera Gujarat
Otherતાજા સમાચારભારત

Ola બાદ આ ભારતીય કંપનીએ લોન્ચ કરી ઈ-બાઈક, જાણો શું છે કિંમત

જેના માટે ગ્રાહકોએ ડિટેલ ઈન્ડિયાની વેબસાઈટ પર જઈને બુકિંગ કરાવવુ પડશે. કોઈ પણ ગ્રાહક સરેરાશ 1999 રૂપિયા આપી ડિટેલ ઈવી ઈજી પ્લસનું બુકિંગ કરાવી શકે છે. ડિટેલ ઈન્ડિયાએ જણાવ્યું કે, ઈવી ઈજી પ્લસની કિંમત ફક્ત 39,999 રૂપિયા રાખવામાં આવી છે. જેમાં ટેક્ષ જોડતા તેની કિંમત 41,999 રૂપિયા થશે. બીજા શબ્દોમાં સમજીએ તો બુકિંગ એમાઉન્ટ બાદ ડિલિવરી લેતી વખતે તમારે ફક્ત 40,000 રૂપિયા ચૂકવવા પડશે. કંપનીનું કહેવુ છે કે ગ્રાહકોને આ રકમ ડિલિવરીના 7 દિવસ પહેલા ચૂકવવા પડશે. હરિયાણાના ગુરૂગ્રામના આ ઈવી મેન્યુફેક્ચરરે હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ યુપીમાં બુકિંગ માટે પાર્ટનર્સનું નેટવર્ક તૈયાર કરવામાં આવ્યું છે.

ઈવી ઈજી પ્લસ બે રંગો સિલ્વર ગ્રે અને મેટાલિક રેડમાં તૈયાર થશે. ડિટેલ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઈટ મુજબ, ઈવી ઈજી પ્લસ સિંગલ ચાર્જિગમાં 60 કિમી દૂરનું અંતર નક્કી કરે છે. જેની ટોપ સ્પીડ 25 કિમી પ્રતિ કલાક છે. જેમાં ડ્રાઈવરની સીટની નીચે 20Ahની બેટરી આપવામાં આવી છે. જેને કોઈ પણ 5 એમ્પીયર સ્લોટ પરથી ચાર્જ કરી શકાય છે. જેના બંને પૈડામાં ડ્રમ બેક આપવામાં આવ્યાં છે. જેનું ગ્રાઉન્ડ ક્લીયરન્સ 170mm છે.

ડિટેલ ઈન્ડિયા મુજબ, ઈજી પ્લસના ગ્રાહકોને રોડસાઈડ આસિસ્ટન્સ, સર્વિસ અને ઈન્શ્યોરન્સની સુવિધા પણ આપવામાં આવશે. એટલું જ નહીં, જો તમે આ ઈ-બાઈક પર લોન લેવા ઈચ્છો છો તો સરળ હપ્તે તમે તેને ઘરે લઇ જઇ શકો છો. ડિએલના સંસ્થાપક ડૉ. યોગેશ ભાટીયાએ કહ્યું કે કંપની દેશમાં ઈવીની સ્વીકાર્યતાને આગળ વધારવા ઈચ્છે છે. તેથી તેનો ભાવ બીજી ઈ-બાઈક અથવા સ્કૂટર્સની સરખામણીએ ખૂબ ઓછી રાખવામાં આવી છે. જેના માટે ટેકનોલોજીની ગુણવત્તા સાથે કોઈ સમાધાન શક્ય નથી.

Related posts

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના હસ્તે બહેચરાજી રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ

saveragujarat

PM મોદીએ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું

saveragujarat

મેટ્રો ટ્રેન સવારના ૭ વાગ્યાથી રાત્રીના ૧૦ વાગ્યા સુધી દોડાવવાનો હંગામી ર્નિણય લેવાયો

saveragujarat

Leave a Comment