Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારરાજકીય

નવસારી કસ્ટોડિયલ ડેથ પર આદિવાસીઓનો વિરોધ, ધારાસભ્ય અનંત પટેલની ધરપકડ

નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથના મામલે આદિવાસીઓ સતત બે મહિનાથી વિરોધ કરી રહ્યા છે. જવાબદાર પોલીસ અધિકારી અને સ્ટાફ સામે પગલાં ન લેવા બદલ આદિવાસી યુવકના મોત બાદ સમાજમાં આક્રોશ છે.

સ્નેહલ પટેલ / નવસારી: નવસારીના ચીખલી પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ મુદ્દે આદિવાસીઓ સતત બે મહિનાથી વિરોધ કરી રહ્યા છે. આદિવાસી યુવકનાં મોત બાદ જવાબદાર પોલીસ અધિકારી અને સ્ટાફ સામે પગલાં ન લેવાતા સમાજમાં ભારે હોબાળો મચી ગયો છે. આ મામલે આજે ચીખલી ખાતે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.

જો કે, પોલીસે ધરણા પહેલા આદિવાસી સમાજના આગેવાનોની અટકાયત શરૂ કરી છે. ધારાસભ્ય અનંત પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જેના કારણે આદિવાસી સમાજ ભારે રોષે ભરાયો છે. ગ્રામજનોએ આદિવાસી નેતાઓ પાસે ગયેલી પોલીસનો પીછો કર્યો હતો. ચીખલી પોલીસ સ્ટેશનમાં બે મહિના પહેલા એક આદિવાસી યુવાનનું કસ્ટોડિયલ મૃત્યુ સતત વિરોધ અને જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની માંગણીનો વિષય રહ્યો છે.

ધરણા ચાલુ રાખવા માટે ધારાસભ્ય અનંત પટેલે આદિવાસી સમાજના લોકોને ચીખલી પહોંચવા અપીલ કરી હતી. બાદમાં ધારાસભ્ય અનંત પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. જોકે ચીખલી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આદિવાસી સમાજ ચીખલી પોલીસ સ્ટેશનની બહાર ધરણા કરશે. આ માટે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

Related posts

ગુજરાત રાજ્ય માહિતી ખાતાના કર્મચારીઓની ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિ.ની ચુંટણીસંપન્ન

saveragujarat

મહાનગરપાલિકા અને નગરપાલિકા શહેર કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરેલ

saveragujarat

રાજકોટમાં ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા

saveragujarat

Leave a Comment