Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે

શકિત , ભકિત અને પ્રકૃતિના સમન્વય એવા શકિતપીઠ અંબાજી માં દરવર્ષે ભાદરવા માસના શુકલ પક્ષમાં ભાદરવી પૂનમનો મહામેળો યોજાતો હોય છે . ભાદરવી પૂનમનો સમયગાળો તા . ૧૫/૯/૨૦૨૧ થી તા .૨૦ / ૯ / ૨૦૨૧ સુધીનો છે . પવિત્ર યાત્રાધામ અંબાજી સમગ્ર ભારતના લોકોની આસ્થાનું કેન્દ્ર છે ભાદરવી પૂર્ણિમા પ્રસંગે લાખો શ્રધ્ધાળુઓ મા અંબાના પ્રસિધ્ધ શકિતપીઠ અંબાજીમાં પધારે છે .

લાખોની સંખ્યામાં માઈ ભકતો પદયાત્રા કરીને માના ચરણોમાં શીષ જુકાવીને પોતાના ગામમાં કે શેરી મહોલ્લામાં નવરાત્રિમાં માને પધારવા માટે આમંત્રણ આપવા આવે છે . જેથી ભાદરવી પૂર્ણિમા ઉત્સવનું એક વિશિષ્ટ અને અનેરું મહત્વ છે . પારંપરીક પરંપરાઓ મુજબ ભકિતનું અનેરૂ મહત્વ છે . શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ , અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ બનાસકાંઠા ધ્વારા , વિવિધ ભજન મંડળીઓ દ્વારા ભજન કાર્યક્રમ ચાચર ચોકમાં કરવામાં આવી રહયો છે .

જેમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા અને સંસ્કૃતીને લગતા ભજનો ભજન મંડળીઓ દ્વારા માતાજીના ચાચરચોકમાં ભકિતમય રીતે પાંચ દિવસ સુધી કરવામાં આવી રહયો છે . બનાસકાંઠા જીલ્લાના તોરણીયા , રંગપુર , વાગોરીયા , સોનવાડી ગામની ભંજન મંડળીઓ ધ્વારા ભજનો કરવામાં આવ્યા છે . આવનાર યાત્રાળુઓ પણ તેનો લાભ લઈ રહયા છે .

Related posts

એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું વિમોચન

saveragujarat

અમદાવાદ બાદ રાજકોટમાં જાહેરમાં ઘાસચારો વેચવા પર કાર્યવાહી થશે

saveragujarat

મોદીએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો, ૧૦મી વખત સંબોધન કર્યું

saveragujarat

Leave a Comment