Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

નિકોલ માં પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પતિએ હત્યાનો પ્રયાસ કર્યો

સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૮
દોસ્તની દગાબાજી અને પત્નીએ કરેલી બેવફાઇનો બદલો લેવા માટે છેલ્લાં સાત વર્ષથી તડપી રહેલા યુવકે ગઇકાલે પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને પોતાના દિલમાં લાગેલી બદલાની આગ બુઝાવી છે. નિકોલ વિસ્તારમાં ચાર ફૂટ દૂરથી યુવકે પત્નીના પ્રેમી પર ફાયરિંગ કરીને તેને ઈજાગ્રસ્ત કરી દીધો હતો. પત્નીનો પ્રેમી અગાઉ આ યુવકનો મિત્ર હતો, પરંતુ આખરે બંનેની દોસ્તીમાં અનૈતિક સંબંધે તિરાડ પાડી દીધી હતી. નિકોલ વિસ્તારમાં આવેલા સાંઇ હેવનમાં રહેતા અને મૂળ ગાંધીનગર જિલ્લાના પ્રવીણ પ્રજાપતિએ સુરતમાં રહેતા દિનેશ ડાહ્યાભાઇ આહીર વિરુદ્ધ હત્યાની કોશિશની ફરિયાદ કરી છે. પ્રવીણ ઘરે બેસીને હીરાની લે-વેચનો ધંધો કરે છે, જ્યારે તેનાં પ્રેમલગ્ન ૧૫ વર્ષ પહેલાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે રહેતી મીતા (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. પ્રવીણને ૧૩ વર્ષનો એક દીકરો છે. પ્રવીણ પહેલાં હીરા ઘસવાનું કામ કરતો હતો, તે સમયે દિનેશ આહીર નામના યુવકના સંપર્કમાં તે આવ્યો હતો. દિનેશ આહીર પણ હીરા ઘસવાનું કામ કરતો હતો, જેથી તેણે પ્રવીણને નિકોલ ખાતે આવેલા ખોડિયાર એપાર્ટમેન્ટમાં મકાન અપાવ્યું હતું. દિનેશ આહીર પણ ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહેતો હતો, જેથી પ્રવીણનો સંપર્ક તેની પત્ની રોહિણી (નામ બદલ્યું છે) સાથે થયો હતો. જાેતજાેતામાં દિનેશની પત્ની રોહિણી અને પ્રવીણ વચ્ચે મિત્રતા થઇ હતી. ત્યાર બાદ બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. પ્રવીણના પ્રેમસંબંધની જાણ મીતાને થતાં તેણે તરત જ દિનેશને ફોન કરીને રોહિણીની હકીકત કહી દીધી હતી. દિનેશને બંનેના પ્રેમસંબંધની જાણ થયાના એક વર્ષ સુધી ખોડિયાર એપાર્ટમેન્ટમાં રહ્યાં હતાં. ત્યાર બાદ દિનેશ પરિવાર સાથે સુરત રહેવા જતો રહ્યો હતો. છ વર્ષ પહેલાં દિનેશ આહીરે જ્યારે મકાન ખાલી કર્યું ત્યારે તેણે પ્રવીણને ધમકી આપી હતી કે મારી પત્ની સાથેના આડા સંબંધ બંધ કરી દેજે. સુરત ગયા બાદ દિનેશે પ્રવીણને બે વખત ફોન કર્યો હતો, જાેકે બંને વચ્ચેના અનૈતિક સંબંધને લઇ કોઈ ચર્ચા થઇ નહીં. ગઇ કાલે રાતે પ્રવીણ જમીને પોતાના ઘર પાસે આવેલો વિસત પાન પાર્લર ખાતે મસાલો ખાવા માટે ગયો હતો. પાર્લર પર પ્રવીણનો મિત્ર રાહુલ પણ હતો, જેથી બંને જણા વાતચીત કરવા લાગ્યા હતા. બંને વાતચીતમાં વ્યસ્ત હતા ત્યારે પ્રવીણને ફાયરિંગનો અવાજ આવ્યો હતો અને તેની પીઠ પર ગોળી વાગી હતી. પ્રવીણે ફરીને જાેયું તો દિનેશ ચાર ફૂટ દૂર ઊભો હતો અને તેણે રિવોલ્વર વડે ફાયરિંગ કર્યું હતું. ઈજાગ્રસ્ત પ્રવીણ જમીન પર ઢળી પડ્યો હતો, જ્યારે દિનેશ ત્યાંથી નાસી ગયો હતો. રાહુલ પ્રવીણને બાઇક પર બેસાડીને શેલ્બી હોસ્પિટલમાં લાવ્યો હતો. ફાયરિંગની જાણ નિકોલ પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. નિકોલ પોલીસે પ્રવીણની ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. અનૈતિક સંબંધના કારણે દિનેશ પ્રવીણનું ઢીમ ઢાળવા આવ્યો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પત્નીના અનૈતિક સંબંધોને લઇ દિનેશ છેલ્લાં સાત વર્ષથી પ્રવીણ પર દાઝ રાખીને બેઠો હતો. ગઇ કાલે દિનેશ રિવોલ્વર લઇને પ્રવીણની ખોપરીમાં ગોળી મારવા માટે આવ્યો હતો, પરંતુ ચાર ફૂટ દૂરથી દિનેશનું નિશાન ચૂકી ગયું હતું અને પીઠ પર ગોળી વાગી હતી. દિનેશ રિવોલ્વર ખરીદીને અમદાવાદ આવ્યો હતો, જ્યાં તેણે પ્રવીણ પર ફાયરિંગ કર્યું હતું.

Related posts

આયુષ્માન ભારત પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં ૭૦૦૬ના લક્ષ્યાંક સામે ૭૫૨૩ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રો શરૂ કરાયા

saveragujarat

શેરબજાર ‘બાઉન્સ બેક’ : 1200 પોઇન્ટનો ઉછાળો

saveragujarat

દીકરીએ ભાગીને લગ્ન કર્યા અને બાળક પણ થયું તેમ છતાં પરિવારે ન સ્વીકારી

saveragujarat

Leave a Comment