Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બટાકા પર સરકાર રાહત પેકેજની જાહેરાત કરશે?

સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨
ખેડૂતો માટે માથાનો દુખાવો બનેલો બટાકાના ભાવ હાલ રાજ્યમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. આ મામલે સરકાર બેઠક બાદ રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. ખેડૂતો ને સીધો લાભ પહોંચે એ રીતે રાહત પેકેજ જાહેર કરવાની માંગણી કરવામાં આવી રહી છે. બટાકા પકવતા ખેડૂતો હાલ રાતા પાણી એ રડી રહ્યા છે કેમકે તેમને તેમના ઉત્પાદન ખર્ચ જેટલી પણ વેચાણ કિંમત નથી મળી રહી . આ મુદ્દો ચાલુ બજેટ સત્ર દરમ્યાન ગૃહમાં પણ બહુ ગાજયો છે. બટાટા ઉત્પાદનના અગ્રેસર જિલ્લાના ધારાસભ્યો સાથે કૃષિમંત્રી રાઘવજી પટેલ ટૂંકમાં જ બેઠક કરશે. જેમાં ખેડૂતોની વ્યથા અને માંગણી પર ચર્ચા કરવામાં આવશે અને આ ચર્ચા બાદ સરકાર દ્વારા બટાકા ઉત્પાદકો માટેના રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સૂત્રોનું માનીએ તો બુધવારે મળેલી રાજ્યમંત્રી મંડળની બેઠકમાં રાહત પેકેજ અંગેનો સૈદ્ધાંતિક ર્નિણય લેવામાં આવ્યો હતો. હવે આ અંગેના પેકેજ માટે સરકાર ધારાસભ્યો સાથે વાતચીત કરી પેકેજની તૈયારી કરશે. સચિવાલયના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે ખેડૂતોને સીધો લાભ થાય તે રીતે પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી રહી છે. ૭/૧૨ના ઉતારાના આધારે ખેડૂતોને સીધી રાહત મળે તેવી માંગ કરવામાં આવી રહી છે. સરકારના પેકેજનો ફાયદો અન્ય કોઈને નહી પણ ખેડૂતોને સીધો મળે તે માટે ખેડૂતો દ્વારા ધારાસભ્યો પણ દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળે છે. એકલા ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો બટાકાનું વાવેતર ૧૫ હજારથી વધુ છે હેક્ટરમાં થયુ છે અને ખેડૂતોની હાલત બજારમાં ભાવ નહીં મળતાં કફોડી બની છે. બટાકાએ ખેડૂતોને રડાવ્યા છે તે મામલે વિધાનસભા ગૃહમાં વિપક્ષ દ્વારા પણ સત્તા પક્ષને આડે હાથ લેવાયો હતો. નોંધનીય છે કે પાછલી ચૂંટણીમાં માત્ર ૧૭માં સમેટાઈ ગયેલી કોંગ્રેસને સત્તા પક્ષ દ્વારા વિપક્ષ નો દરજ્જાે અપાયો નથી, પરંતુ તેઓ ગૃહમાં વિપક્ષની જવાબદારી બરાબર નિભાવી રહ્યા છે જેથી કરીને ખેડૂતોને ટેકો મળી રહે. ડુંગળી અને બટાકાના ભાવ, નકલી પીએસઆઈની ટ્રેનિગ જેવા મુદ્દે કોંગેસે ગૃહમાં સત્તા પક્ષ ને ઘેર્યો હતો.

Related posts

માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ, તાપમાન માઈનસ ૨ ડિગ્રી

saveragujarat

અનુબંધમ પોર્ટલના માધ્યમ થકી પાયલ વરસાતે નોકરી મેળવી નોકરીવાંચ્છુકોએ જરૂરથી આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું પાયલ વરસાત.

saveragujarat

આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ-અમદાવાદનું સાયન્સ સિટી બન્યું વિજ્ઞાન પ્રવાસનું લોકપ્રિય સ્થળ

saveragujarat

Leave a Comment