Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોચિંગના હબ કોટામાં એક જ દિવસમાં ૩ વિદ્યાર્થીઓએ જીવ ટૂંકાવ્યા

કોટા, તા.૧૩
કોચિંગના હબ તરીકે ઓળખાતા કોટા શહેરમાં રવિવારની રાતે એક ચોંકાવનારી અને દુખદ ઘટના બની હતી. અહીં એક કોટિંગ સેન્ટરમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરતા ત્રણ વિદ્યાર્થીઓએ જીવન ટૂંકાવી દીધું. આપણે સૌ જાણીએ છીએ કે દેશની મોટી અને લોકપ્રિય ટેક્નિકલ અને મેડિકલ કોલેજાેમાં ગણતરીની સીટો હોય છે. દેશભરના વિદ્યાર્થીઓ રાજસ્થાનના કોટા શહેરમાં ચાલતા વિવિધ કોચિંગ સેન્ટર્સમાં એડમિશન લેતા હોય છે અને ત્યાં જ રહીને આ કોલેજાેની પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા હોય છે. આત્મહત્યાની આ ઘટના બની છે ત્યારે ફરી એકવાર વિદ્યાર્થીઓ પર પડતા પ્રેશરની ચર્ચા શરુ થઈ ગઈ છે. આત્મહત્યા કરનાર ત્રણ વિદ્યાર્થીઓમાંથી બે બિહારના હતા જ્યારે એક મધ્યપ્રદેશનો હતો. પોલીસ દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, તેઓ કોઈ સ્યુસાઈડ નોટ છોડીને નથી ગયા. પરંતુ પ્રાથમિક તપાસ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે, તાણને કારણે તેમણે આટલો મોટો ર્નિણય લીધો હોઈ શકે છે. વિદ્યાર્થીઓની ઓળખની વાત કરીએ તો ૧૬ વર્ષીય અંકુશ આનંદ બિહારના સુપોલ જિલ્લાથી હતો. ૧૭ વર્ષીય પ્રણવ વર્મા મધ્યપ્રદેશના શિવપુરીથી આવ્યો હતો. આ બન્ને વિદ્યાર્થીઓ અહીં દ્ગઈઈ્‌(નેશનલ એલિજિબિલિટી એન્ડ એન્ટ્રન્સ ટેસ્ટ)ની તૈયારી કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મેડિકલ કોલેજના પ્રવેશ માટે આ પરીક્ષા લેવામાં આવે છે. ત્રીજા વિદ્યાર્થીની ઓળખ ૧૮ વર્ષીય ઉજ્જવલ કુમાર તરીકે થઈ છે. ઉજ્જવલ કુમાર બિહારના ગયાથી આવ્યો હતો અને ત્નઈઈની તૈયારી કરી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પ્રણવ વર્માના હોસ્ટેલ રુમમાંથી ઉંદર મારવાની દવાની બોટલ મળી આવી હતી જેના પરથી લાગી રહ્યું છે કે તેણે ઝેરી દવા ગટગટાવીનેજીવ ટૂંકાવ્યો છે. પ્રણવ પાછલા બે વર્ષથી કોચિંગ કરી રહ્યો હતો. સર્કલ ઈન્સ્પેક્ટર ગંગા સહાય શર્મા જણાવે છે કે, હોસ્ટેલના કોરિડોરમાં પ્રણવ બેભાન અવસ્થામાં મળ્યો હતો. અડધી રાતે પોલીસ હોસ્ટેલ પહોંચી હતી અને તેને હોસ્પિટલ લઈ ગઈ હતી. હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. અંકુશ અને ઉજ્જવલ પાછલા છ મહિનાથી એકસાથે રહેતા હતા અને એક જ કોચિંગ સેન્ટરમાં એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતા હતા. તેઓ પાછલા બે વર્ષથી કોટામાં હતા. કોટાના એક ઁય્માં અંકુશ અને ઉજ્જવલના રુમ બાજુબાજુમાં હતા. સોમવારે ૧૧ વાગ્યા સુધી તેમણે દરવાજાે ના ખોલ્યો તો અન્ય વિદ્યાર્થીઓએ ઁય્ના કેરટેકરને જાણ કરી હતી. પોલીસને બોલાવવામાં આવી અને દરવાજાે તોડવામાં આવ્યો ત્યારે જાેયું કે બન્ને વિદ્યાર્થીઓ પંખા સાથે લટકેલા હતા. મૃત્યુનો ચોક્કસ સમય ઓટોપ્સી રિપોર્ટ આવ્યા પછી જાણવા મળશે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલની બહેન પણ કોટાના એક કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરે છે અને એક ખાનગી ગર્લ્સ હોસ્ટેલમાં રહે છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ઉજ્જવલ અને અંકુશ પાછલા ઘણાં સમયથી ક્લાસમાં નિયમિત નહોતા આવતા. પ્રણવનો મૃતદેહ તેના માતા-પિતાને સોંપી દેવામાં આવ્યો છે અને કેસ દાખલ કરવામાં આવ્યો છે.

Related posts

રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર

saveragujarat

ઉત્તરાખંડમાં ભારે વરસાદ થતા કેદારનાથ યાત્રા અટકાવવી પડી

saveragujarat

શ્વાનના આતંકનો ભોગ બનેલી ૨ વર્ષની બાળકીનું સારવારમાં મોત

saveragujarat

Leave a Comment