Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

ભૂપેન્દ્ર પટેલ બીજી વખત મુખ્યમંત્રીના શપથ લેશે

સવેરા ગુજરાત, અમદાવાદ, તા.૧૧
ગુજરાતમાં ભાજપની પ્રચંડ જીત બાદ સોમવારે બપોરે ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રીના શપથ લેશે. મુખ્યમંત્રી પદની બીજી શપથ દરમિયાન ભૂપેન્દ્ર પટેલ રાજ્યના રાજકારણમાં એક નવો ઈતિહાસ રચી દેશે. તેઓ પહેલા એવા પાટીદાર નેતા છે કે જેઓ બીજી વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
હજુ સુધી આવી તક કોઈ પાટીદાર નેતાને મળી નથી. ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે ઝ્રસ્ પદના શપથ લેશે અને એક નવો કિર્તિમાન બનશે. ભૂપેન્દ્ર પટેલ પોતાના રાજકીય ગુરુ આનંદીબેન પટેલ કરતા આગળ નીકળી ગયા છે. રાજ્યમાં લાંબા સમય સુધી સક્રીય રહેલા આનંદીબેન પટેલ માત્ર એકવાર મુખ્યમંત્રી બન્યા, જ્યારે તેમના નીકટના ગણાતા ભૂપેન્દ્ર પટેલ બીજી વખત રાજ્યની સત્તા સંભાળશે. ગુજરાતમાં આનંદીબેન પટેલ મળીને રાજ્યને કુલ ૫ પાટીદાર મુખ્યમંત્રી બનશે.
રાજ્યમાં સૌથી પહેલા પાટીદાર મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ બન્યા હતા, નાના સરદાર તરીકે જાણીતા ચિમનભાઈ પટેલને નર્મદાના નાયક પણ કહેવામાં આવે છે. ચિમનભાઈ પછી બાબુભાઈ પટેલ ગુજરાતના પાટીદાર મુખ્યમંત્રી બન્યા. જે પછી ફરી ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યા, જાેકે, મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમનું હાર્ટ અટેકથી મોત થઈ ગયું હતું. આ પછી મુખ્યમંત્રી બનવાનું ગૌરવ કેશુભાઈ પટેલના શીરે આવ્યું હતું. આ પછી વડાપ્રધાન મોદી વડાપ્રધાન બનતા આનંદીબેનને મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. જાેકે, તેઓ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરી શક્યા નહોતા. ભૂપેન્દ્ર પટેલ પાંચમો પાટીદાર ચહેરો છે કે જેમને મુખ્યમંત્રી બનવાની તક મળી હતી, અને હવે સતત બીજી વખત તેઓ શપથ લેવા જઈ રહ્યા છે.ભૂપેન્દ્ર પટેલ ૧૨ ડિસેમ્બરે ૨ વાગ્યે શપથ લેશે અને તેમની સામે ઘણાં પડકારો પણ હશે. ગુજરાતના ઇતિહાસમાં હજુ સુધી કોઈ પાટીદાર મુખ્યમંત્રી ૫ વર્ષ પૂર્ણ કરી શક્યા નથી. એવામાં પ્રચંડ જીત સાથે સત્તામાં પરત આવેલા ભૂપેન્દ્ર પટેલ આ રેકોર્ડ તોડી શકશે? જેના પર આવનારા સમયમાં સૌ કોઈની નજર રહેશે.
આ સિવાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે પોતાના ધારાસભ્યોને સાચવવાના તથા તેમની માગણીઓને સરકાર ચલાવતી વખતે કઈ રીતે ધ્યાન પર રાખવી તે તમામ મુદ્દાઓ પણ મહત્વના સાબિત થશે, કારણ કે આ વખતે ટીમ વધારે મોટી છે ત્યારે અંદર-અંદર કોઈ કડાકૂટ ના થાય તે બાબતનું ધ્યાન રાખવું પણ પાર્ટી માટે મોટી જવાબદારી બની શકે છે, કારણ કે આ વખતે જ જેમના પત્તા કાપવામાં આવ્યા તેવા બે બળવાખોર નેતાઓએ ચૂંટણી લડીને જીત મેળવી છે.

Related posts

૨૨ કલાકમાં જૂનાગઢમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ

saveragujarat

ગુજરાત સરકારની સંવેદના : અમદાવાદથી તેલંગાણા એરલિફ્ટ કરાયું દર્દી

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૦ મું અંગદાન થયું છે. વર્ષ ૨૦૨૪નું આ પ્રથમ અંગદાન

saveragujarat

Leave a Comment