Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમી ના અવસરે મુખ્યમંત્રી સુરક્ષા કર્મીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યું હતું.

સવેરા ગુજરાત,ગાંધીનગર,તા.5

મુખ્યમંત્રીની સુરક્ષા સલામતી વ્યવસ્થામાં ફરજરત સુરક્ષા કર્મીઓના શસ્ત્રોના પ્રતિ વર્ષ વિજયાદશમીએ શાસ્ત્રોકત પૂજન ની પરંપરા હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના મુખ્યમંત્રી કાર્યકાળ દરમિયાન શરૂ કરાવી છે
આજે વિજયાદશમીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરા આગળ ધપાવતા પોતાની સુરક્ષા વ્યવસ્થા સંભાળતા પોલીસ દળના કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પૂજન વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું હતું
તેમણે સૌ સુરક્ષા કર્મીઓને વિજયાદશમીની શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર, રાજ્યના લોકોની રક્ષા,સમાજ સુરક્ષા માટે પોલીસ દળની કર્તવ્યપરાયણતાને બિરદાવી હતી
મુખ્યમંત્રી સુરક્ષાના પોલીસ અધિક્ષકશ્રી ચિંતન તેરૈયાએ મુખ્યમંત્રી ને આ પ્રસંગે આવકાર્યા હતા

Related posts

આપણે ગૌરવ લઈ શકીએ કે આપણી પાસે વેદ છે – ગુજરાતી સાહિત્યના જાણીતાં લેખિકા ધીરુબહેન પટેલ

saveragujarat

ગરીબ કલ્યાણ મેળાના ૧રમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ વનબંધુ વિસ્તાર દાહોદથી કરાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

અમરનાથની યાત્રા દરમિયાન એક ગુજરાતીનું મોત નિપજ્યું

saveragujarat

Leave a Comment