Savera Gujarat
Other

રશિયા પાસેથી ક્રૂડની ખરીદીથી ભારતને ૩,૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો

નવી દિલ્હી, તા.૨૦
તાજેતરમાં જ ઉઝબેકિસ્તાનના સમરકંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની મુલાકાત ખૂબ જ ચર્ચામાં રહી હતી. આ દરમિયાન યુક્રેન યુદ્ધને લઈને મોદીએ પુતિનને સલાહ પણ આપી હતી. વિશ્વભરમાંથી આ સલાહને પ્રશંસા મળી રહી છે. બંને નેતાઓની મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે પશ્ચિમના કેટલાકસ દેશોએ ભારત દ્વારા રશિયા પાસેથી સસ્તા ક્રૂડની આયાત કરવા પર ભારતની આલોચના કરી હતી. યુક્રેન યુદ્ધ બાદ રશિયા પર અમેરિકા સહિત અનેક દેશોએ કડક પ્રતિબંધો લાદવા છતાં ભારતે રશિયા પાસેથી ક્રૂડની ખરીદી ચાલું રાખી હતી. હવે એ જાણીએ કે, તેનાથી ભારતને કેટલો ફાયદો થયો.
પશ્ચિમી દેશોના વિરોધ છતાં ભારતે ક્રૂડની આયાત કરવાનો ર્નિણય કર્યો હતો. આ ર્નિણયના નફા નુકશાનને લઈને ખૂબ જ ચર્ચા થઈ હતી. ભારતે આ વર્ષના પ્રથમ૩ મહિનામાં રશિયા પાસેથી ૬.૬ લાખ ટન ક્રૂડ ઓઈલની આયાત કરી હતી. બીજા ૩ મહિનામાં તે વધીને ૮૪.૨ મિલિયન ટન થઈ ગયું. આ દરમિયાન રશિયાએ પણ પ્રતિ બેરલ ૩૦ ડોલરનું ડિસ્કાઉન્ટ આપ્યું હતું. તેના કારણે પ્રથમ ૩ મહિનામાં એક ટન ક્રૂડ ઓઈલની આયાતનો ખર્ચ લગભગ ૭૯૦ ડોલર થયો હતો.ત્યારબાદ બીજા ૩ મહિનામાં તે ઘટીને ૭૪૦ ડોલર રહી ગઈ હતી. આમ ભારતને કુલ ૩,૫૦૦ કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ સમયગાળામાં અન્ય સ્ત્રોતો પરથી આયાતનો ખર્ચ વધ્યો હતો. ૨૦૨૨માં રશિયામાંથી સસ્તા તેલની આયાતમાં ૧૦ ગણો વધારો થયો છે. ટર્નઓવર ૧૧.૫ અબજ ડોલર સુધી પહોંચી ગયું છે. તે વર્ષના અંત સુધીમાં રેકોર્ડ ૧૩.૬ અબજ ડોલર સુધી પહોંચવાની પ્રબળ શક્યતા છે. ભારત ચીન બાદ રશિયા ક્રૂડ ઓઈલના બીજા સૌથી મોટા ખરીદદાર તરીકે ઉભરી આવ્યું છે.જુલાઈમાં રશિયા ભારતનું ત્રીજું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની ગયું હતું જેણે સાઉદી અરેબિયાને ત્રીજા સ્થાન પર પછાડ્યું હતું. જાેકે, ત્યારબાદ સાઉદી અરેબિયા ઓગષ્ટ સુધીમાં ફરી પોતાની સ્થિતિમાં આવી ગયું હતું અને રશિયા ભઆરત માટે ત્રીજુ સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની ગયું છે. આંકડા દ્વારા જાણી શકાય છે કે, એપ્રિલથી જુલાઈ દરમિયાન રશિયા પાસેથી ભારતની ખનિજ તેલની આયાત ૮ ગણી વધીને ૧૧.૨ અબજ ડોલર થઈ ગઈ છે જ્યારે ગયા વર્ષે આટલા જ સમયમાં તે ૧.૩ અબજ ડોલર હતી.માર્ચ બાદથી જ્યારે ભારતે રશિયા પાસેથી આયાત વધારી તો તે આયાત ૧૨ અબજ ડોલરથી ઉપર થઈ ગઈ છે જે ગયા વર્ષે ૧.૫ અબજ ડોલરથી થોડી વધારે હતી. તેમાંથી લગભગ ૭ અબજ ડોલર આયાત જૂન મહિનામાં થઈ હતી. ભારત માટે ક્રૂડની કિંમતો મહત્વની છે કારણ કે આ આયાત ૮૩ ટકા માંગ પૂરી કરે છે. ભારત સરકાર આમાં ઘણો ખર્ચ કરે છે.
એક તથ્ય એ પણ છે કે, દેશનું ક્રૂડ આયાત બિલ ૨૦૨૧-૨૨માં બમણું થઈને ૧૧૯ બિલિયન ડોલર થઈ ગયું છે. તેનાથી સરકારી નાણામાં ઘણું દબાણ આવ્યું અને મહામારી બાદ આર્થિક સુધાર પર અસર પણ પડી છે. તાજેતરમાં જ નાણા મંત્રી ર્નિમલા સીતારમણે એક સેમિનારમાં કહ્યું હતું કે, રશિયા પાસેથી તેલની આયાત કરવી એ ફુગાવા વ્યવસ્થાપન વ્યૂહરચનાનો એક ભાગ હતો અને અન્ય દેશો પણ તે જ કરી રહ્યા હતા.

Related posts

અમદાવાદ વસ્ત્રાલમાં જિગ્નેશ મેવાણીએે હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી

saveragujarat

સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા કેમ હટી? ભાજપે આપ પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ

saveragujarat

અંબાજી ખાતે ટ્રાફિકની સમસ્યા નો નિકાલ માત્ર ઓવરબ્રિજ છે

saveragujarat

Leave a Comment