Savera Gujarat
Other

મિશન ૨૦૨૨ન્ ગુજરાત કિસાન કોંગ્રેસના આઠ હોદ્દેદારોએ ટિકિટ માંગી

સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ રાજ્યમાં તમામ પક્ષોએ તડામાર તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મિશન ૨૦૨૨ માટે ગુજરાત કોંગ્રેસ હવે લોકોના ઘરે ઘરે પહોંચશે. કોંગ્રેસ આઠ વચન સાથે દોઢ કરોડ પ્રત્રિકાનું વિતરણ કરશે. પરંતુ દર વખતની જેમ આ વખતે પણ ટિકીટની વહેંચણીમાં અનેક હોદ્દેદારો દાવાઓ કરી રહ્યા છે.
ગુજરાત કિસાન કોંગ્રેસના ૮ હોદ્દેદારોએ કોંગ્રેસ પાસે ટિકીટની માંગણી કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જે આઠ હોદ્દેદારોએ ટિકીટની માંગણી કરી છે તેમાં દ્વારકા બેઠક પર પાલ આંબલીયાએ ટિકીટ માંગી છે. તમને જણાવી દઈએ કે પાલ આંબલીયા ગુજરાત કિસાન કોંગ્રેસના પ્રમુખ છે. ત્યારબાદ કાલાવડ બેઠક પર ગિરધર વાઘેલાએ દાવેદારી નોંધાવી છે, ગિરધર વાઘેલા કિસાન કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ છે.
તેવી રીતે મોરબી બેઠક પર કાંતિલાલ બાવરવાએ ટિકીટ માંગી છે. કેશોદ બેઠક પર મનીષ નંદાણીયાએ દાવેદારી નોંધાવી છે. સાણંદ બેઠક પર મહાદેવ વાઘેલાએ ટિકિટ માંગી છે, જસદણ વીંછિયા બેઠક પર વિનુભાઈ ધડુકે દાવેદારી નોંધાવી, જ્યારે પાલનપુર બેઠક પર ભરત કરેણએ ટિકીટ માંગી છે અને જેતપુર બેઠક પર ચેતનભાઈ ગઢીયાએ ટિકીટની માંગણી કરી હોવાની માહિતી સામે આવી છે.
મહત્વનું છે કે, કોંગ્રેસ મિશન ૨૦૨૨માં ૧૨૫ લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતરશે. ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શન મોડમાં જાેવા મળી રહી છે. આજે કોંગ્રેસ કાર્યલાય ખાતે પ્રદેશ કારોબારી બેઠક મળી હતી. જેમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આપેલા આઠ વચન જન જન સુધી લઇ જવાની રણનીતિ બનાવવામાં આવી છે. કોંગ્રેસ નાગરિક અધિકાર પત્ર લઇ પ્રજા સમક્ષ જશે.
ઉલ્લેખનીય છે કે, તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને આકર્ષવાની સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વર્ષે તો ગુજરાતમાં ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જાેવા મળશે. કારણ કે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસની સાથે-સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને છે. છેલ્લા ૨૭ વર્ષથી કોંગ્રેસ પાર્ટી ગુજરાતની સત્તામાંથી બહાર છે. ત્યારે કોંગ્રેસે આ વર્ષે ચૂંટણી પહેલા તમામ રણનીતિ તૈયાર કરી દીધી છે.

Related posts

ભારતીય ટેક્નોલોજી અને ઇનોવેશન ઇકોસિસ્ટમ વિશે જુસ્સો ધરાવતા પ્રધાનમંત્રીએ આપણા બધા માટે વિઝન રજૂ કર્યું.-રાજીવ ચંદ્રશેખર

saveragujarat

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૧ તાલુકામાં પડ્યો કમોસમી વરસાદ

saveragujarat

અમદાવાદના GMDC ખાતે મારુ ગામ-મારુ ગુજરાત અંતર્ગત માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી માર્ગદર્શન આપ્યું

saveragujarat

Leave a Comment