Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

રાજ્યના તલાટી કમ મંત્રીઓ આનંદો ! માસિક ભથ્થું રૂ.૯૦૦ ના બદલે રૂ.૩૦૦૦ કરાયું

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૩
રાજય સરકાર દ્વારા તલાટી-કમ-મંત્રીઓ માટે એક મહત્વનો ર્નિણયલેવામાં આવ્યો છે. ચૂંટણીના વર્ષમાં તલાટી-કમ-મંત્રીઓના ભથ્થામાં રાજ્ય સરકારે નોધપાત્ર વધારો કર્યો છે. માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦ ના બદલે રૂ.૩૦૦૦ કરવાનો ર્નિણય લેવાયો છએ. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું છે કે, પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ હસ્તકના તલાટી-કમ-મંત્રીઓને અપાતા ભથ્થામાં નોધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે મહત્વનો ર્નિણય કર્યો છે. હવેથી તેમને અપાતા માસિક ખાસ ભથ્થા રૂ.૯૦૦ના બદલે રૂ.૩૦૦૦નું ખાસ ભથ્થું અપાશે.
મંત્રીએ ઉમેર્યું કે, કર્મચારીઓના હિતને વરેલી રાજય સરકારે ગ્રામ કક્ષાએ વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે કામગીરી સંભાળતા તલાટી-કમ-મંત્રીઓના કામમાં વર્ષ ૨૦૧૨ પછી ગ્રામ કક્ષાએ રાજય સરકારની વિવિધ વિકાસ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકેની કામગીરીમાં વધારો થયો હોઈ આ મહત્વનો ર્નિણય કરાયો છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત પરત્વે હકારાત્મક અભિગમ દાખવીને તલાટી-કમ-મંત્રીઓને હાલમાં આપતા માસિક ખાસ ભથ્થું રૂ.૯૦૦ ના બદલે રૂ.૩૦૦૦ નું ખાસ ભથ્થું અપાશે. આ ખાસ ભથ્થાની ગણતરી પેન્શનના હેતુ માટે કરવામાં આવશે નહિ. આ ર્નિણયનો અમલ તા.૧૩-૦૯- ૨૦૨૨ થી કરવામાં આવશે. રાજ્ય સ૨કા૨ના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી-કમ-મંત્રીઓને આ ર્નિણય લાગુ પડશે તેમ તેમણે ઉમેર્યું હતું.

Related posts

અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી

saveragujarat

પવિત્ર શક્તિપીઠ અંબાજી ખાતે પંચ દિવસીય “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪”નો ધર્મમય માહોલમાં પ્રારંભ કરાવતા સાંસદ પરબતભાઇ પટેલ

saveragujarat

શું તમે જાણો છો ભોજન કેવી રીતે કરવું તેના 5 નિયમો વિષે ?

saveragujarat

Leave a Comment