Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચાર

જ્ઞાનવાપીનો મામલો સુનાવણીને યોગ્ય છે : વારણસી કોર્ટ

વારાણસી , તા.૧૨
ઉત્તર પ્રદેશના વારાણસીમાં જિલ્લા કોર્ટે જ્ઞાનવાપી મામલે મહત્વનો ર્નિણય આપ્યો છે. સોમવારે જ્ઞાનવાપી સ્થિત શ્રૃંગાર ગૌરીના નિયમિત દર્શન અને પૂજા તથા દેવી-દેવતાઓના રક્ષણને લઈ ચૂકાદો આપ્યો છે.
જેનાથી હિન્દુ પક્ષમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. જિલ્લા જજ ડૉક્ટર અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટે મેન્ટેનેબિલિટી પર પોતાનો ચૂકાદો સંભળાવતા સ્પષ્ટ કર્યુ કે શ્રૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદમાં આગળ પણ વધુ સુનાવણી હાથ ધરાશે. કોર્ટે આજે જ ર્નિણય લેવાનો હતો કે આ અરજી સુનાવણી કરવા યોગ્ય છે કે નહીં. તો મુસ્લિમ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે. જજે જ્યારે આદેશ આપ્યો તો હર હર મહાદેવના નારા લાગવા લાગ્યા. એટલું જ નહીં આ મામલે અરજીકર્તા મહિલાઓનું કોર્ટ પરિસરમાં સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. તમામ પક્ષકાર અને વકીલ કોર્ટ રૂમમાં હાજર રહ્યા હતા. જજનો ર્નિણય લગભગ ૧૫-૧૭ પાનાનો છે.
કોર્ટ પરિસરથી લઈને કાશી વિશ્વનાથ મંદિર સુધી મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા હતા. આ આદેશ ઓર્ડર ૭ રુલ નંબર ૧૧ના આધાર પર આપવામાં આવ્યો છે. જાે તેને સરળ ભાષામાં સમજવામાં આવે તો, એના હેઠળ કોર્ટ કોઈ પણ કેસમાં તથ્યોના મેરિટ પર વિચાર કરવાના બદલે સૌથી પહેલાં એ નક્કી કરે છે કે શું આ આરજી સુનાવણી કરવા યોગ્ય છે કે નહીં. જ્ઞાનવાપી પ્રકરણને જાેતા વારાણસી પોલીસ કમિશનર એ.સતીષ ગણેશના આદેશ બાદ કમિશ્નરેટ વિસ્તારમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. પોલીસ અને તંત્ર હાઈ અલર્ટ પર છે. તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓ, એસીપી, એડીસીપી અને ડીસીપી વધારે સતર્કતાથી ડ્યૂટી કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પોલીસ ધર્મગુરુઓના સતત સંપર્કમાં છે. વારાણસીના જિલ્લા જજની કોર્ટમાં ૨૬ મેથી સુનાવણી હાથ ધરાતા પહેલાં ચાર દિવસ મુસ્લિમ પક્ષ અને બાદમાં વાદી હિન્દુ પક્ષ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. એ પછી બંને પક્ષોએ જવાબી ચર્ચા કરી અને લેખિતમાં ચર્ચા પણ રજૂ કરી હતી.
મુસ્લિમ પક્ષનું કહેવું હતુ કે, જ્ઞાનવાપી મસ્જિક વકફની સંપતિ છે. આઝાદી પહેલાંથી તે વકફ એક્ટમાં નોંધાયેલી છે. એના સંબંધિત દસ્તાવેજાે પણ રજૂ કરવામાં આવ્યા હતા. તો મસ્જિદ મુદ્દે ૧૯૩૬માં દીન મોહમ્મદ કેસમાં સિવિલ કોર્ટ અને ૧૯૪૨માં હાઈ કોર્ટના ર્નિણયનો હવાલો આપતા કહેવામાં આવ્યું કે, આ કેસ સીપીસી ઓર્ડર-૭ રુલ ૧૧ હેઠળ સુનાવણી યોગ્ય નથી. તો હિન્દુ પક્ષ તરફથી વકફ સંબંધિત દસ્તાવેજાેને નકલી ગણાવતા કહેવામાં આવ્યું કે, જ્ઞાનવાપીમાં નીચે આદિ વિશ્વેશ્વરનું મંદિર છે. ઉપરનું સ્ટ્રક્ચર અલગ છે. જ્યાં સુધી કોઈ સ્થળનું ધાર્મિક સ્વરૂપ નક્કી ન થઈ જાય ત્યાં સુધી પ્લેસ ઓફ વર્શિપ એક્ટ ૧૯૯૧ અસરકારક ગણવામાં આવશે નહીં. જિલ્લા જજે ૨૪ ઓગસ્ટના રોજ સુનાવણી પૂરી થયા બાદ ર્નિણય સુરક્ષિત રાખ્યો હતો અને તેને આજે સંભળાવ્યો હતો.

Related posts

બિન સચિવાલય કલાર્ક અને ઓફિસ આસિસટન્ટની પરીક્ષા યોજવા મુદ્દે સૌથી મોટા સમાચાર આગામી 15 થી 20 દીવસમા પરીક્ષની તારીખ થશે જાહેર.

saveragujarat

ભારતીય તટરક્ષક દળે ગુજરાતમાં 20મી રાષ્ટ્રીય મેરિટાઇમ સર્ચ અને રેસ્ક્યૂ બોર્ડ બેઠકનું આયોજન કર્યું

saveragujarat

અમદાવાદમાં ૧૫ ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે જંગ

saveragujarat

Leave a Comment