Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અમદાવાદ જિલ્લા પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ૧ લી સપ્ટેમ્બરે દસ્ક્રોઇ ખાતે રૂ.૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટરનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે …………

..સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૩1

અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકો હેઠળ કુલ ૬૫,૦૯૫ હેક્ટર વિસ્તાર છે. જેમાંથી કુલ ૬.૩૩ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે.

અમદાવાદ જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં બાગાયત પાકોના વાવેતર, પ્રોસેસીંગ તેમજ નિકાસ અંગેની વિપુલ પ્રમાણમાં લાભ મળશે

મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર જિલ્લાના ધ્રોલ ખાતેથી કૃષિ ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ હસ્તકના બાગાયત ખાતાની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનું લોકાર્પણ અને વિવિધ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કરવામાં આવશે.
જેના ઉપલક્ષ્યમાં અમદાવાદ જિલ્લાના પ્રભારી અને રાજ્ય આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ સ્થિત મીરોલી ગામમાં રૂ.૧૦૩૮ લાખના ખર્ચે નિર્માણ પામનાર સેન્ટર ઓફ એક્સલન્સ અને પ્રાઇમરી પ્રોસેસિંગ સેન્ટર ફોર હોર્ટીકલ્ચરનું ઇ- ખાતમુહૂર્ત કરવામાં આવશે.
આ પ્રસંગે સાંસદ સર્વ  હસમુખભાઈ પટેલ, ડૉ. કિરીટભાઈ સોલંકી, ધારાસભ્ય સર્વ  પ્રદિપસિંહ જાડેજા, બાબુભાઈ પટેલ, કનુભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.

આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના હસ્તે ખાતમૂહુર્ત થનાર સેન્ટર ઓફ એક્સલેન્સની વિશેષતા

ઇન્ડો ઇઝરાઇલ વર્ક પ્લાન હેઠળ આધુનિક ટેકનોલોજીનો વ્યાપ વધારવાના પ્રયત્નો થઇ રહ્યા છે. જેના પરીણામ સ્વરૂપ આજે ખેડુતો હાઇટેક પ્લગ નર્સરીઓમાં તૈયાર થયેલ ગુણવત્તાયુક્ત શાકભાજીના ધરૂનું વાવેતર કરતા થયા છે.
સેન્ટર ઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડુતો સુધી વિસ્તરણ કરવામાં ઉપયોગી બને છે.
જેમાં રક્ષિત ખેતી, ટપક સિંચાઈ પધ્ધતિ, ફર્ટીગેશન તથા અધ્યતન ધરૂ ઉછેર દ્વારા ખેડુતોની આવક બમણી કરવાનો પ્રયત્નો કરવામાં આવે છે.
ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી ઇન્ડો ઇઝરાયલ વર્ક પ્લાન હેઠળ રાજ્યમાં છ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત છે.

૧ લી સપ્ટેમ્બરે જામનગરના ધ્રોલ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના ખેડુત સમૃધ્ધિના સંક્લ્પને સાર્થક કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે જામનગર,ખેડા અને અમદાવાદ જિલ્લા ખાતે રૂ. ૩,૧૧૬ લાખના ખર્ચે નિમાર્ણ પામનાર સેન્ટર ઓફ એકસેલેન્સનુ ઇ-ખાતમુહૂર્ત થનાર છે.
ત્યારે સેન્ટરઓફ એક્સેલન્સ અધ્યતન પ્રકારની ટેક્નોલોજી ખેડુતો સુધી વિસ્તરણ કરવામાં ઉપયોગી બને છે.
જેનીસફળતાધ્યાને લઇ ખેડૂતોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળી રહે તે હેતુથી રાજયસરકાર તરફથી રાજયમાં વિવિધ જગ્યાએ આવા કેન્દ્રો ઉભા કરવામાં આવી રહેલ છે.
જેના ભાગરૂપે મુકામ મીરોલી, તા.દસક્રોઇ જીલ્લો અમદાવાદ ખાતે પણ સેન્ટરઓફએક્સેલન્સ સ્થાપના થવા જઈ રહેલ છે.
અમદાવાદ જીલ્લામાં જામફળ, દાડમ, લીંબુ, ટામેટા, વેલાવાળા શાકભાજી, ગલગોટા, ગુલાબઅને મસાલા પાકોનુ વાવેતર થાય છે. ઉપરાંત જિલ્લાના ખેડુતો કમલમ અને ટીસ્યૂ ખારેક જેવા નવા ઉભરતા બાગાયતી પાકોનુ વાવેતર કરતા થયા છે.
અમદાવાદ જિલ્લામાં બાગાયતી પાકો હેઠળ કુલ ૬૫,૦૯૫ હેક્ટર વિસ્તાર છે. જેમાંથી કુલ ૬.૩૩ લાખ મેટ્રિક ટન ઉત્પાદન થાય છે. અમદાવાદ જિલ્લામાં ખુબ મોટા પ્રમાણમાં બાગાયત પાકોના વાવેતર, પ્રોસેસીંગતેમજ નિકાસ અંગેની વિપુલ શક્યતાઓ રહેલી છે.
જેથી જિલ્લાના ખેડુતમિત્રોને આધુનિક ટેકનોલોજી, તાંત્રીક માર્ગદર્શન, વિવિધ પાકોના નિદર્શન અને તાલીમ મળી રહે તે હેતુથી દશક્રોઇ તાલુકાના મીરોલી ખાતે સેન્ટરઓફએક્સેલેન્સફોરહોર્ટીકલ્ચર ૬ હેક્ટરવિસ્તારમાં રૂ. ૧,૦૩૮ લાખના ખર્ચે સ્થાપનાથવા જઇ રહેલ છે.
સરકાર દ્વારા ખેડુતોના હિતાર્થે તેમજ નવિન વાવેતર માટે પ્રોત્સાહન પુરૂ પાડવા ચાલુ વર્ષે નવિન યોજના અમલમા મુકેલ છે જેમાં સરકારશ્રી દ્વારા ખેડુતોનેપ્રોત્સાહિત કરવા માટે તેમજ શરૂઆતના ઉંચા રોકાણ સામેજરૂરી સહાય પુરી પાડવા કોમ્પ્રીહેન્સીવ હોર્ટીક્લ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમને ચાલુ વર્ષે અમલમાં મુકેલ છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યના તમામ ખેડુત, ખેતીલાયક જમીનધારણ કરેલ રજીસ્ટર્ડ ટ્રસ્ટ, FPO, FPC, સહકારી મંડળીનાસભાસદોને લાભ મળવાપાત્ર રહેશે.
રાજ્યમાં ખેડુતોને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)નું વાવતેર કરતા ખેડુતોને પ્રોત્સાહનઆપવા માટે આર્થિક સહાયનો ખાસ કાર્યક્રમ પણ શરૂ કરેલછે. જેમાં કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ) વાવેતર માટે સામાન્ય ખેડુતનેરૂ. ૩.૦૦ લાખ / હેક્ટર તેમજ અનુસુચીત જાતી/જન જાતીના ખેડુતને રૂ. ૪.૫૦ લાખ/હે. મુજબ સહાય મળવાપાત્ર રહેશે.
…………………………..
-અમિતસિંહ ચૌહાણ

Related posts

કોંગ્રેસના નવ સવાલ જુઠ્ઠાણાનું પોટલું, કોમનવેલ્થ-બોફોર્સકાંડ કોના શાસનમાં ?

saveragujarat

કમોસમી વરસાદથી અરવલ્લીના ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું

saveragujarat

ભક્તિ, શક્તિ અને શ્રદ્ધાનું સર્વોચ્ચ શિખર એટલે યાત્રાધામ અંબાજી

saveragujarat

Leave a Comment