Savera Gujarat
Other

પીએમ મોદીના હસ્તે અમદાવાદમાં રિવરફ્રન્ટ ફુટ ઓવરબ્રિજનું લોકાર્પણ

સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૬
આપણે ગયા અઠવાડિયે જ સ્વતંત્રતાના ૭૫ વર્ષની ઉજવણી કરી હતી અને તે જ દિવસે અમદાવાદના આઇકોનિક સાબરમતી રિવરફ્રન્ટે પણ એક દાયકો પૂર્ણ કર્યો હતો. અહીં મુલાકાતીઓની સગવડ માટે હવે એલિસબ્રિજ અને સરદાર બ્રિજ વચ્ચે ફૂટ ઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટની પૂર્વ અને પશ્ચિમ બાજુને જાેડતો આ ૩૦૦ મીટર લાંબા પુલનું ઉદ્‌ઘાટન માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે શનિવારે ૨૭ ઓગસ્ટ ૨૦૨૨ના દિવસે કરવામાં આવશે. આ બ્રિજ મલ્ટી લેવલ કાર પાર્કિંગ અને પશ્ચિમ કાંઠેના ફ્લાવર પાર્ક અને ઇવેન્ટ ગ્રાઉન્ડ વચ્ચેના પ્લાઝાથી પૂર્વ કાંઠે પ્રસ્તાવિત કલા અને સાંસ્કૃતિક પ્રદર્શન કેન્દ્ર સુધી કનેક્ટિવિટી પ્રદાન કરશે. આ બ્રિજની ટેક્નોલોજી અને ડિઝાઈન, એમ બંને રીતે અનન્ય છે, જે એન્જિનિયરિંગની દ્રષ્ટીએ અજાયબી બનશે.
અમદાવાદ શહેરની મધ્યમાંથી વહેતી સાબરમતી નદી સાથે હંમેશા શહેરનું એક મજબૂત જાેડાણ રહેલુ છે.૨૦મી સદીના મધ્યમાં જ્યારે આ શહેર ભારતના ટેક્સટાઈલ હબ તરીકે ઉભરી રહ્યું હતું ત્યારે આ નદીની આસપાસ પ્રખ્યાત સંસ્થાઓ અને ઉદ્યોગોનું નિર્માણ કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૧૫ની આસપાસ, મહાત્મા ગાંધીએ પણ આ નદીના પશ્ચિમ કિનારે તેમનો આશ્રમ બનાવ્યો હતો. કેટલાય વર્ષો સુધી સાબરમતી નદી અમદાવાદ શહેર માટે એકમાત્ર પાણીનો સ્ત્રોત હતો. પરંતુ ઝડપી ઔદ્યોગિકીકરણ અને વધતી જતી વસ્તીને કારણે, સાબરમતીના પર્યાવરણીય સ્વાસ્થ્યમાં ૧૯૫૦ પછી ઘટાડો થવા લાગ્યો. આ વિકટ પરિસ્થિતિને જાેતાં, સાબરમતી પ્રોજેક્ટ માટેનો સૌથી પહેલો પ્રસ્તાવ બર્નાર્ડ કોહન દ્વારા મુકવામાં આવ્યો હતો.જેઓ ૧૯૬૦ની આસપાસ શહેરમાં રહેતા હતા. ત્યાર બાદના વર્ષોમાં ઘણી સમિતિઓની રચના કરવામાં આવી હતી પરંતુ તેમના પ્રયત્નોમાં ક્યાંક કચાશ રહી જતી હતી. જાે કે, શ્રી નરેન્દ્ર મોદી૨૦૦૧માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને તેમણે ડો. બિમલ પટેલ પર વિશ્વાસ મૂક્યો, જેઓ એક જાણીતા આર્કિટેક્ટ છે જેમણે વર્ષોથી શ્રી મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્‌સને આકાર આપ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એ રિવરફ્રન્ટના વિકાસ માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ની રચના કરી છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન, એક મોટી રાષ્ટ્રીય સ્તરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડિંગ એજન્સીએ પણ આ પ્રોજેક્ટ માટે લોન પૂરી પાડી હતી. પરંતુ સૌથી નિર્ણાયક પરિબળ શ્રી નરેન્દ્ર મોદી અન બોર્ડની ઇચ્છાશક્તિ હતી જેમાં બ્યુરોક્રસીના વિવિધ સભ્યોના રાજકીય પ્રતિનિધિઓ તેમજ વ્યાવસાયિક અને તકનીકી નિષ્ણાતો સાથે હતા. શરૂઆતમાં, બોર્ડે સંભવિતતા પરીક્ષણ કર્યું હતું અને યોગ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને સંભવિત આયોજનની કલ્પના કરવામાં આવી હતી, જેમ કે રિવરફ્રન્ટને લોકો માટે સુલભ બનાવવું, ગટરના પ્રવાહને નિયંત્રિત કરવા અને નદીને પ્રદૂષણ મુક્ત રાખવી,ધોવાણનું જાેખમ ઘટાડવું,રિવરફ્રન્ટ પાર્ક અને સહેલગાહનું નિર્માણ,શહેરની પૂર્વ અને પશ્ચિમ બાજુઓ વચ્ચે જાેડાણમાં સુધારો કરવોઅને આસપાસની વસાહતોને કાયાકલ્પ કરવો. પાયલોટ પ્રોજેક્ટ વર્ષ૨૦૦૪માં શરૂ કરવામાં આવ્યો અને ત્યાર બાદ કોઈને પ્રતિકૂળ અસર ન થાય તે સુનિશ્ચિત કરવા માટે પુનઃસ્થાપનના મોટા ભાગના કાર્યો અમલમાં મૂકવામાં આવ્યા હતા. જમીન સંપાદનની પ્રક્રિયાને કારણે પણ પ્રોજેક્ટમાં થોડો વિલંબ થયો હતો પરંતુ આજે સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદની ઓળખ બની ગયો છે.

Related posts

કેળાની લાલચ આપી પુત્રીની બહેનપણી પર દુષ્કર્મ આચર્યું

saveragujarat

બેંકોએ પાંચ વર્ષમાં ૨.૦૩ લાખ કરોડ રૂપિયા વસૂલ કર્યા

saveragujarat

સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થા અને મીડિયાના સહકારથી સમાજમાં અંગદાનની જાગૃકતા પ્રવર્તી છે – સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જાેષી

saveragujarat

Leave a Comment