Savera Gujarat
Other

સંજય રાઉતના ન્યાયિક કસ્ટડી પાંચ સપ્ટેમ્બર સુધી લંબાવાયા

મુંબઈ, તા.૨૨
શિવસેના સાંસદ સંજય રાઉતને સેમવારે પીએમએલએ કોર્ટથી રાહત નથી મળી. કોર્ટે તેમની ન્યાયિત કસ્ટડી ૫ સપ્ટેમ્બર સુધી વધારી દીધી છે. પાત્રા ચાલ કૌંભાડ મામલે રાઉતને ૧ ઓગષ્ટના રોજ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. ઈડીએ રાઉતના ઘર પર ૯ કલાક સુધી રેડ પાડી હતી અને તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, દરોડા દરમિયાન ૧૧.૫ લાખ રૂપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા.
સંજય રાઉતને હાલમાં આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યા છે. એનસીપી નેતા નવાબ મલિક અને અનિલ દેશમુખ પણ આ જ જેલમાં બંધ છે. અદાલતે રાઉતને અનુમતિ આપી છે કે, તેઓ ઘરનું ભોજન ખાઈ શકે છે અને દવાઓ પણ લઈ શકે છે. તેમણે કોર્ટને કહ્યું હતું કે, તેઓ હાર્ટ પેશન્ટ છે અને તેમના માટે બેડની વ્યવસ્થા કરવી જાેઈએ. તેના પર કોર્ટે કહ્યું હતું કે, સીએમઓદ્વારા તપાસ બાદ જ આ આદેશ આપવામાં આવી શકે છે.
શિવસેના સાંસદના જામીનનો ઈડીએ વિરોધ કર્યો છે. અધિકારીઓનું કહેવું છે કે, જાે તેમને બહાર નીકળવાની તક મળશે તો તેઓ પુરાવા સાથે છોડખાની કરી શકે છે. તેઓ પુરાવા નષ્ટ કરી શકે છે અને પછી તેની રિકવરી મુશ્કેલ થઈ જશે. જાેકે, ઉદ્ધવ ઠાકરે ટીમની શિવસેના અને સંજય રાઉત આ કાર્યવાહીને રાજકીય રીતે પ્રેરિત ગણાવી રહ્યા છે.

Related posts

નવસારીમા આઈસરે ટક્કર મારતા માત-પિતાનો એકના એક લાડકવયાનુ મોત.

saveragujarat

કાલુપુર રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ એપ્રિલના અંતમાં શરુ થવાની સંભાવના

saveragujarat

કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat

Leave a Comment