Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજકોટ રેલવે ડિવિઝનમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ ભેર ઉજવણી

સવેરા ગુજરાત, રાજકોટ તા. ૧૫
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં ૭૬માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી અનિલ કુમાર જૈને રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો, ધ્વજને સલામી આપી હતી અને ડીઆરએમ ઓફિસ પરિસર, રાજકોટમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક પરેડનું નિરીક્ષણ કર્યું હતું. રેલવે કર્મચારિયો ને સંબોધતા જૈને તેઓને અને તેમના પરિવારોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી અને પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (ઈન્ચાર્જ) પ્રકાશ બુટાનીનો સંદેશો પાઠવ્યો. આ પછી આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં રેલવે કર્મચારીઓ દ્વારા ગાયેલા ગીતોએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણીથી ઓતપ્રોત કરી દીધું હતું. ત્યારબાદ, આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત, ૭૫ વર્ષ અને તેથી વધુ વયના પાંચ નિવૃત્ત રેલવે કર્મચારીઓને તેમની રેલવે સેવા સાથે વિશેષ યોગદાન બદલ ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ નિવૃત્ત રેલવે કર્મચારીઓમાં શિવકુમાર એન પંડ્યા,એ.આર. મન્સુરી,રૂપસિંહ એસ પરમાર,હીરાલાલ રોડુલાલ અને છગનલાલ હરજીવનનો સમાવેશ થાય છે.


સ્વતંત્રતા દિવસની આ ઉજવણીમાં એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર ગોવિંદ પ્રસાદ સૈની, વેસ્ટર્ન રેલવે મહિલા કલ્યાણ સંસ્થા રાજકોટના ઉપપ્રમુખ મીતા સૈની અને તેમની ટીમ, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફ, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર પવન કુમાર શ્રીવાસ્તવ, વરિષ્ઠ મંડળ કાર્મિક અધિકારી મનીષ મહેતા, વરિષ્ઠ મંડળ સામગ્રી પ્રબંધક અમીર યાદવ અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

શેરબજારમાં નોનસ્ટોપ તેજી સેન્સેકસ 61000ને પાર

saveragujarat

આગામી ૫ વર્ષ છોતરા કાઢી નાંખે તેવી ગરમી પડશે

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન અનુસાર રાજ્યમાં મોડેલ એસ.ટી. બસસ્ટોપની સંખ્યા વધારવામાં આવશે.: હર્ષ સંઘવી

saveragujarat

Leave a Comment