Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરાજકીયવિદેશસમાજ કલ્યાણ

અમદાવાદમાં ૪૪ ડિગ્રી તાપમાન સાથે રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી

 

સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦
રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીનું પ્રમાણ હજુ યથાવત રહેશે, નજીકના સમયમાં ગરમીમાંથી રાહત મળે તેવા કોઈ સમાચાર દેખાઈ રહ્યા નથી. બીજી બાજુ હવામાન વિભાગે અમદાવાદ શહેરમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. બીજી બાજુ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ગઈકાલે ૪૪ ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં ૪૪ ડિગ્રી તાપમાન રહેવાની આગાહી કરતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્‌યા છે. જેણા કારણે આગામી ૪૮ કલાક તાપમાન યથાવત રહી શકે છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ૨ દિવસ બાદ પવનની દિશા બદલાશે. ૨ દિવસ બાદ તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો પરેશાન છે ત્યારે અમુક સેવાભાવી સંસ્થાઓ લોકોની રક્ષાકાજે આગળ આવી છે. અમદાવાદમાં શહેરીજનોને ગરમીથી રાહત આપવા શહેર પોલીસ દ્વારા ટ્રાફિકના નિયમોમાં છૂટ અપાઈ છે. એવામાં અનેક ચાર સ્તાઓ પર વિનામૂલ્યે છાશ વિતરણ પણ શરૂ કરાયું છે.
અમદાવાદના સેન્ટ ઝેવિયર્સ કોલેજ સામે પણ વિના મૂલ્યે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. કાળઝાળ ગરમીથી રાહત મેળવવા રાહદારીઓ વિનામૂલ્યે થતી છાશ વિતરણનો લાભ લેવા રોકાય છે. જેના કારણે રોજના ૨૫૦૦ ગ્લાસ છાશ વિતરણ વિનામૂલ્યે કરાઈ રહ્યું છે. શહેરીજનોની જુદી જુદી જગ્યાઓ પર થતા વિનામૂલ્યે છાશ વિતરણ કેન્દ્રો પર ભારે ભીડ જાેવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં હીટવેવની અસર વર્તાશે. આગામી બે દિવસ બાદ શહેરીજનોને ગરમીથી સામાન્ય રાહત મળે એવી પણ શક્યતા વ્યક્ત કરાઈ છે

Related posts

ચીનમાં કોરોનાથી તબાહી : પાંચ અઠવાડીયામાં ૯ લાખ લોકોના મોત

saveragujarat

સેન્સેક્સમાં ૧૪૨, નિફ્ટીમાં ૪૫ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

રાજ્યમાં આગામી ૫ દિવસ સુધી વાતાવરણ સૂકું રહશે

saveragujarat

Leave a Comment